Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂજામાં પરિક્રમા કરવાનું મહત્ત્વ:જાણો પ્રદક્ષિણા પાછળનો ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પરિક્રમા કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો

    10 hours ago

    પૂજા-પાઠ કરતી વખતે ભગવાનની પરિક્રમા કરવાની પરંપરા છે, તેને પ્રદક્ષિણા પણ કહેવાય છે. મંદિરોમાં આપણે અવારનવાર જોઈએ છીએ કે, લોકો મૂર્તિની ચારેય બાજુ ફરે છે. આ પરંપરાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા જણાવે છે કે, શાસ્ત્રો અનુસાર પ્રદક્ષિણા કરવાથી આપણા જૂના પાપ ધોવાઈ જાય છે અને અક્ષય પુણ્ય મળે છે. એવું પુણ્ય, જેની શુભ અસર જીવનભર રહે છે. આ એક એવી રીત છે, જેનાથી મન અને શરીર બંને શુદ્ધ થાય છે. જો તેને વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો પરિક્રમા કરવાથી ભગવાનની મૂર્તિ અને મંદિરમાં રહેલી સકારાત્મક ઊર્જાથી આપણા શરીરને પણ સકારાત્મક ઊર્જા મળે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે, વિચારોમાં પવિત્રતા આવે છે અને ઈશ્વર પ્રત્યે સમર્પણ ભાવ જાગે છે. જ્યારે આપણે મંદિર કે મૂર્તિની ચારેય બાજુ ફરીએ છીએ, ત્યારે આપણી ઊર્જા સંતુલિત થાય છે. જમણા હાથની દિશામાંથી કરવી જોઈએ પરિક્રમા પરિક્રમા હંમેશા જમણા હાથ (સીધો હાથ) તરફથી શરૂ કરવી જોઈએ. જમણા હાથ તરફથી ચાલવાને પણ પ્રદક્ષિણા કહેવાય છે, કારણ કે દક્ષિણ દિશાને જમણી માનવામાં આવી છે. આ જ કારણ છે કે જ્યારે પણ તમે કોઈ મંદિરમાં જાઓ, હંમેશા જમણા હાથથી જ પરિક્રમા શરૂ કરો. પરિક્રમાની સંખ્યા જુદા જુદા દેવતાઓ માટે પરિક્રમાની સંખ્યા અલગ અલગ જણાવવામાં આવી છે, જેમ કે- શિવજી માટે ફક્ત અડધી પરિક્રમાનો નિયમ છે. તેનું કારણ એવું માનવામાં આવે છે કે, શિવજીના મંદિરમાં જલધારી (પાણીની ધાર)ને પાર કરવી ન જોઈએ. જ્યારે તમે જલધારી સુધી પહોંચી જાઓ છો, ત્યારે પરિક્રમા પૂર્ણ માનવામાં આવે છે. પરિક્રમા કરતી વખતે આ મંત્ર બોલો શાસ્ત્રોમાં એક મંત્ર જણાવવામાં આવ્યો છે- 'યાની ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ। તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે-પદે।।' એનો અર્થ એ છે કે, આપણાં જાણ્યે-અજાણ્યે કરેલાં પાપ અને પાછલા જન્મોનાં પાપ પ્રદક્ષિણાની સાથે-સાથે નષ્ટ થઈ જાય. સાથે જ આ આપણા મનને શુદ્ધ કરે છે અને ભગવાન આપણને સાચી વિચારસરણી અને બુદ્ધિ પ્રદાન કરે, એવી કામના કરે છે. પરિક્રમા કરવાની રીત
    Click here to Read More
    Previous Article
    મહિલાઓ માટે પેશાબ રોકવું ખતરનાક!:UTIથી લઈને કિડની ફેલ્યોર સુધીના જોખમો; જાણો ટોઇલેટ હાઇજીનની 11 ટિપ્સ
    Next Article
    માલ્ટાના વડાપ્રધાનના પત્ની ગુજરાતી યુવાનને ભેટી પડ્યા:ચાલીને 20 દેશમાં ફરી 12 હજાર કિલોમીટર કાપશે, ઇટલીમાં ડ્રગ્સ એડિક્ટ પાછળ પડ્યાં ત્યારે શું થયું?

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment