Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરનામુ:શૈક્ષણિક, ધાર્મિક સ્થળની આસપાસ ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ

    10 hours ago

    જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા તથા જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાની કુલ 6 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.26/04/2026ને રવિવારના રોજ યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/ હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આદેશમાં જણાવ્યા મુજબ ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ કે તેના પરિસરની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવે છે. આદેશનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ/ ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. કોઈપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહી. સ્થાનિક સતા મંડળના જે કોઈ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમ આદેશમાં જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ‎:મંડળીઓ રસીદમાં તથા દૂધની થેલીઓ પર મતદાર જાગૃતિ અંગેનો સંદેશ છપાવશે
    Next Article
    કાર્યવાહી:જામનગરમાં રૂ.60 લાખના ચીટીંગમાં આપ સૌરાષ્ટ્ર પ્રભારી સહિત બેની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment