Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધા:માર્ગ અકસ્માત ઘટાડવા ‘સંજય’ એપ બનાવાઈ, બ્લેક સ્પોટ, અકસ્માત સંભવિત ક્ષેત્રના ડેટા ડિજિટાઇઝ્ડ થશે

    8 hours ago

    માર્ગ અકસ્માત ઘટાડાવા માટે કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગ દ્વારા ‘સંજય’ નામની સેન્ટ્રલાઇઝ્ડ એપ વિકસાવાશે. જેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદમાં આગામી દિવસોમા ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવશે. એપ્લિકેશનમાં બ્લેક સ્પોટના ડેટા, અકસ્માત સંભવિત ક્ષેત્રના ડેટા, નજીકના પોલીસ સ્ટેશનની અકસ્માત અંગે તૈયારી અને ટ્રોમા સેન્ટરમાં કયા પ્રકારની સુવિધાઓ છે, તે પ્રકારની તમામ માહિતી એપમાં સામેલ હશે. અકસ્માત સંભવિત વિસ્તારોનો સરવે કરીને તેની ઓળખ કરવામાં આવશે. ત્યાર પછી તાત્કાલિક સુધારા લાવવા માટે પોલીસ અને રોડ બનાવતી એજન્સીને જાણ કરવામાં આવશે. સમગ્ર કામગીરીના નોડલ અધિકારી તરીકે જિલ્લાના કલેક્ટર વડા તરીકે કામગીરી સંભાળશે. આઇઆઇટી ચેન્નાઈ દ્વારા આ એપ વિકસાવાઈ છે, તેઓની સૂચના અને પ્લાનિંગના આધારે એપ્લિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અકસ્માતના સમયે ઈજાગ્રસ્તને કેવા પ્રકારની ઈજા થઈ, કઈ હૉસ્પિટલમાં લઈ જવાયા તે સહિતની તમામ ડિજિટલ માહિતી એપ્લિકેશનમાં રાખવામા આવશે. અત્યાર સુધી રોડની ડિઝાઇન કે અન્ય કોઈ પ્રકારની ખામીના કારણે જ્યારે અકસ્માત થાય ત્યાર બાદ સુધારાનાં પગલાં લેવાતાં હતાં. બ્લેકસ્પોટ પર જે કામગીરી કરવાની નક્કી કરાઇ હોય તેના પર જો કામ નહી થયું હોય તો નોડલ અધિકારીને તેનું નોટિફિકેશન પણ તરત જ મળી જશે. આ એપ્લિકેશનમાં કામગીરીનું મોનિટરિંગ કઇ રીતે થશે નોડલ ઓફિસર તરીકે જિલ્લા કલેક્ટરની નિમણૂક કરાશે અને તેઓ દ્વારા તમામ ઉપયોગકર્તાની યાદી તૈયાર કરવામા આવશે. દરેક વિભાગના અધિકારીઓને સાથે રાખીને તાત્કાલિક ધોરણે સૂચના આપવામા આવશે. ડીડીએચઆઇ પ્રોજેક્ટ દ્વારા રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજી, ગવર્નન્સ અને ફિલ્ડ એક્શન સાથે પારદર્શિતા સાથે કામગીરી કરવામા આવશે. કલેક્ટર સુજીત કુમારનું બેજવાબદારી ભર્યું વર્તન લોકો માટે ખતરા સમાન સંજય એપની કામગીરીમાં પણ કલેક્ટરને નોડલ અધિકારી બનાવી દેવાતા કામનું ભારણ વધી જશે. અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર રોડ સેફ્ટી કમિટીની બેઠકોમાં હાજર રહેતા નથી તો તેઓ નોડલ ઓફિસરની કામગીરી સરખી રીતે કઇ રીતે ભજવી શકશે. જિલ્લા કલેક્ટર ઓફલાઇન અને ઓનલાઇન કોઇપણ બેઠકમાં સમયસર હાજર રહેતા નથી તો પછી કઇ રીતે સંજદ એપની મોનિટરિંગ કરશે તે એક મોટો સવાલ છે. મહત્વનું છે કે કલેક્ટરની બેદરકારીના કારણે રોડ સેફ્ટીને લગતી કામગીરી સરખી રીતે થઇ શકતી નથી. માર્ગ અકસ્માતમાં દર વર્ષે હજારો લોકોના મોત થાય છે અને જિલ્લા કલેક્ટરનું બેજવાબદારીપૂર્વકનું વર્તન તંત્રની નિષ્ક્રિયતા સામે લાવે છે. ગ્રાઉન્ડ પર કામ કેવી રીતે થશે? 1. ફીલ્ડ લેવલ ડેટા કલેક્શન | પોલીસ સ્ટેશન અને રોડ એજન્સી દ્વારા રોડ પરની ખામી (લાઇટિંગ, સાઇનેજ, રોડ ડિઝાઇન) નોંધશે 2. ડેટા એનાલિસિસ | તમામ ડેટા એક પ્લેટફોર્મ પર રાખી જિલ્લા સ્તરે બ્લેકસ્પોટની પેટર્ન અને ટ્રેન્ડની ઓળખ કરાશે 3. ટ્રોમા કેર તૈયારી | નજીકના હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના સાધનો, સ્ટાફ, રિસ્પોન્સ ટાઇમ સહિતનું ઓડિટ કરાશે
    Click here to Read More
    Previous Article
    વહીવટી તંત્રની ગંભીર બેદરકારી:વાપીમાં 3જા માળ સુધીના રહીશો યાદીમાં પણ 4થા માળે રહેતા ઉમેદવાર જ ગાયબ
    Next Article
    Foreign Secretary Meets Marco Rubio; US Diplomat To Visit India Next Month

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment