Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પાણી ઉપરથી નીચે આવે કે નીચેથી ઉપર?':કડિયાવડના સ્થાનિકોએ સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરનો ઉધડો લીધો, લોકોના પ્રશ્નો સામે નિરુત્તર; બંનેએ ભૂલ સ્વીકારી

    11 hours ago

    જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ 'અંધેર નગરી ને ગંડુ રાજા' જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે બનેલા નવા રસ્તાઓ ફરીથી ગટરના નામે તોડવાની નીતિ અને એન્જિનિયરિંગના અભાવે કડિયાવડ વિસ્તારમાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થળ મુલાકાતે ગયેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર અને કોર્પોરેટર ચંદ્રિકા રાખસીયાને સ્થાનિકોએ ઉધડો લેતા સત્તાધારી પક્ષના પદાધિકારીઓ નિરુત્તર બન્યા હતા. 'પાણી ઉપરથી નીચે આવે કે નીચેથી ઉપર?' – રહીશોનો સવાલ કડિયાવડ વિસ્તારમાં ગટરના કામમાં થયેલી ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં કુદરતી પ્રવાહથી વિરુદ્ધ, એટલે કે નીચેથી ઉપર તરફ ગટરના ભૂંગળા નાખવામાં આવ્યા હોવાનું રહીશોએ પકડી પાડ્યું હતું. જ્યારે એક જાગૃત નાગરિકે ચેરમેનને પૂછ્યું કે "પાણી ઉપરથી નીચે આવે કે નીચેથી ઉપર?", ત્યારે ચેરમેને 'ઉપરથી નીચે' આવતું હોવાનો જવાબ આપ્યો હતો. જે બાદ નાગરિકે કોન્ટ્રાક્ટરની આ ગંભીર ભૂલ બતાવતા ચેરમેન પલ્લવી ઠાકર પાસે ભૂલ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. AC કેબિનમાં બેસતા અધિકારીઓની અણઆવડત સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, વોટર વર્ક્સ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા અને તકનીકી સ્ટાફના આયોજનના અભાવે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે. લોકોએ રોષે ભરાઈને કહ્યું હતું કે, એન્જિનિયરોને કોઈ ગતાગમ નથી કે ઢાળ કઈ રીતે આપવો. પબ્લિકની સુવિધા માટે બનાવવામાં આવેલા રોડ એટલા ઊંચા કરી દેવામાં આવ્યા છે કે, લોકોની ડેલીઓ અને ઘરો અંદર દબાઈ ગયા છે. માધવ નિવાસ જેવા વિસ્તારોમાં લેવલિંગ વગર કામ થતા લોકો માટે પોતાના ઘરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશનના વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા અને અન્ય તકનીકી સ્ટાફની લાલયાવડી છતી થઈ છે. આ સમગ્ર બાબત પરથી જુનાગઢ મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ચોમાસામાં શહેર જળબંબાકર થવાની ભીતિ ચર્ચા દરમિયાન સ્ટેન્ડિંગ ચેરમેને બચાવ કરતા કહ્યું કે "અમે તો પ્રયત્ન કરીએ છીએ કે તમને તકલીફ ન પડે", ત્યારે લોકોએ વળતો પ્રહાર કર્યો હતો કે "એક પણ કામ એવું નથી જેમાં પ્રજાને હેરાન ન થવું પડતું હોય." અંતે ચેરમેને સ્વીકાર્યું હતું કે, કામમાં મોટી ખામી રહી ગઈ છે અને રસ્તો તોડીને ફરી બનાવવાની ખાતરી આપી હતી. જોકે, પ્રશ્ન એ ઊભો થાય છે કે એક વાર જનતાના પૈસા વેડફાયા બાદ ફરી તોડફોડ કરવાથી થતા નુકસાનની જવાબદારી કોની? જૂનાગઢમાં જે પ્રકારે લોલમલોલ ચાલી રહ્યું છે, તે જોતા એવું લાગે છે કે શહેર હવે મહાનગરપાલિકાના નહીં પણ 'ગિરનારી'ના ભરોસે છે. આગામી ચોમાસામાં ગટરો ઉભરાશે અને રસ્તા બેસી જશે એવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી:9 એપ્રિલે 91 ઉમેદવારી પત્રો ભરાયા, ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે 421 ઉમેદવારી પત્રોનો ઉપાડ
    Next Article
    ચૂંટણીનો માહોલ જામ્યો:4 દિવસમાં કુલ 90 ઉમેદવારી ફોર્મ ભરાયા, અમરનાથ યાત્રિકો મેડિકલ સર્ટી માટે સિવિલમાં રઝળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment