Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાડેશ્વર ચોકડી પાસે પીવાના પાણીની પાઈપલાઈન તૂટી:ભર ઉનાળે લાખો લીટર પાણીનો બગાડ, સમારકામની કામગીરી હાથ ધરાઈ

    14 hours ago

    ભરૂચના ઝાડેશ્વર ચોકડી પાસે મુખ્ય માર્ગને અડીને પસાર થતી મીઠા પાણીની પાઈપલાઈન ગઈકાલે રાત્રે તૂટી ગઈ હતી. આ ઘટનાને કારણે લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું હતું અને આસપાસના ખેતરો તેમજ પાર્કિંગ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ઝોનોર તરફથી આવતી આ મુખ્ય લાઈનમાં અચાનક ભંગાણ સર્જાતા પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. ભર ઉનાળાની ગરમીમાં જ્યાં લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યાં આવી રીતે કિંમતી પાણીનો વ્યાપક બગાડ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, સ્થાનિક લારીધારકો અને રહીશોએ થોડા દિવસો અગાઉ આ પાઈપલાઈનમાં સંભવિત ખામી અંગે તંત્રને રજૂઆત કરી હતી. તેમ છતાં સમયસર કોઈ કાર્યવાહી ન થતા આખરે આ ઘટના બની હોવાનું લોકો જણાવી રહ્યા છે. તંત્રની આ બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો બગાડ થયો છે. ઘટનાની જાણ થતા જ સંબંધિત વિભાગ દ્વારા પાઈપલાઈનના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું-મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાથી સમાજમાં ભાગલા પડશે:તેનાથી હિંદુ ધર્મને નુકસાન, કેન્દ્રએ કહ્યું- ધાર્મિક બાબતોમાં અદાલતોની દખલગીરી અયોગ્ય
    Next Article
    નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મતદાન મથકો તપાસ્યા:નગરપાલિકાની ચૂંટણી માટે 6 વોર્ડની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment