Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગવિખ્યાત કેસર કેરી પર કુદરતની વક્રદૃષ્ટિ:અચાનક બદલાયેલા વાતાવરણથી ‘કેસર’ની ગુણવત્તા બગડી, ખેડૂતો આર્થિક પાયમાલીના આરે

    2 days ago

    કેસર કેરીના ગઢ ગણાતા જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે કુદરતી આફતે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા, વાદળછાયું આકાશ અને તેજ પવન સાથેના કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મબલખ પાકની આશાએ બેઠેલા ખેડૂતો હવે આર્થિક પાયમાલીના આરે આવી ઊભા છે. ખેડૂતો અને ઇજારદારો મુશ્કેલીમાં સીઝનની શરૂઆતમાં પાક સારો જણાતા અનેક નાના વેપારીઓ અને ખેડૂતોએ ઊંચા વ્યાજે નાણાં લઈને લાખો રૂપિયાના ઇજારા રાખ્યા હતા. ગત વર્ષના વાવાઝોડાના નુકસાનની ભરપાઈ આ વર્ષે થશે તેવી આશા હતી, પરંતુ કમોસમી માવઠાએ ગણિત બગાડી નાખ્યું છે. તેજ પવનને કારણે આંબા પરથી નાની કેરીઓ (ખાખડી) મોટા પ્રમાણમાં ખરી પડી છે. તૈયાર કેરીઓ પર વરસાદી પાણી પડવાથી કાળા ડાઘ પડી રહ્યા છે, જેના કારણે બજારમાં પૂરતા ભાવ મળવા મુશ્કેલ બન્યા છે. ​તાપમાનનો તફાવત જોખમી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત નિષ્ણાત ડી.કે. વરુના જણાવ્યા અનુસાર અત્યારે કેરીનો પાક અત્યંત સંવેદનશીલ તબક્કે છે. વાદળછાયું વાતાવરણ અને દિવસ-રાત્રિના તાપમાનનો મોટો તફાવત કેસર કેરી માટે હાનિકારક છે. પવન અને કરા સાથેનું માવઠું ફળની ગુણવત્તા અને ઉત્પાદન બંને પર માઠી અસર કરે છે. નુકસાન ઘટાડવા વૈજ્ઞાનિક ઉપાયોની સલાહ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આ નુકસાનથી બચવા તાકીદની સલાહ આપી છે: ફૂગનાશકનો ઉપયોગ: કાળા ડાઘ અને 'એન્થ્રેકનોઝ' જેવી ફૂગ રોકવા માટે બાવિસ્ટિન અથવા સાફ પાવડરનો છંટકાવ કરવો. જીવાત નિયંત્રણ: મશરી અને ચુસિયા જીવાત માટે ઇમિડાક્લોપ્રિડ દવાનો ઉપયોગ કરવો. ફળને ખરતું અટકાવવા: 100 લીટર પાણીમાં 50 ml પ્લાનોફિક્સ અને 2 કિલો યુરિયા ભેળવી છંટકાવ કરવાથી ફળની પકડ મજબૂત બને છે. હાલ જૂનાગઢના ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે વાતાવરણ જલ્દી સ્થિર થાય. જો સ્થિતિ આવી જ રહી તો આ વર્ષે કેસરની મીઠાશ ઘટવાની સાથે ખેડૂતો માટે આર્થિક કડવાશ વધશે. ખેડૂત આલમ સરકાર પાસે નુકસાનીના સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા ચૂંટણીને લઈ AAPનું બીજું લિસ્ટ જાહેર:માસ્ટર સ્ટ્રેટેજીસ્ટ મનોજ સોરઠીયા અને ધર્મેશ ભંડેરી મેદાનમાં ઉતાર્યા, 23 નવા ઉમેદવારો જાહેર; બે ઉમેદવાર બદલાયા
    Next Article
    નવસારી ભાજપ ઉમેદવારોની યાદી આજે રાત્રે જાહેર થશે:કોંગ્રેસ આવતીકાલે સવારે ઉમેદવારોની જાહેરાત કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment