Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા ચૂંટણીને લઈ AAPનું બીજું લિસ્ટ જાહેર:માસ્ટર સ્ટ્રેટેજીસ્ટ મનોજ સોરઠીયા અને ધર્મેશ ભંડેરી મેદાનમાં ઉતાર્યા, 23 નવા ઉમેદવારો જાહેર; બે ઉમેદવાર બદલાયા

    2 days ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ (AAP) વ્યૂહાત્મક તૈયારીઓ સાથે 23 ઉમેદવારોની બીજી યાદી પ્રસિદ્ધ કરી છે. આ યાદીમાં પક્ષે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી જેવા દિગ્ગજોને મેદાનમાં ઉતારીને ભાજપ-કોંગ્રેસ સામે મજબૂત પડકાર ફેંક્યો છે. સામાન્ય પરિવારના શિક્ષિત લોકો અને અનુભવી ચહેરાઓના સંગમ સાથે પક્ષે સ્થાનિક સ્વરાજમાં નવો ઇતિહાસ રચવાનો દાવો કર્યો છે. વોર્ડ-4 અને 13 માં ઉમેદવારોને બદલવાનો નિર્ણય આમ આદમી પાર્ટીએ તેના સંગઠનના સૌથી મજબૂત નેતાઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાને વોર્ડ નંબર 4 માંથી અને શહેર પ્રમુખ તથા પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીને વોર્ડ નંબર 17 માંથી ટિકિટ આપવામાં આવી છે. પક્ષે મનોજ સોરઠીયાની સંગઠન શક્તિ અને ધર્મેશ ભંડેરીની લોકપ્રિયતા પર ભરોસો મૂક્યો છે. આ ઉપરાંત, કોંગ્રેસમાંથી પરત આવેલા અનુભવી નેતા દિનેશ કાછડીયાને વોર્ડ નંબર 5 માંથી ટિકિટ આપીને પક્ષે સૌને ચોંકાવ્યા છે. નોંધનીય છે કે, પક્ષે આ યાદીમાં વોર્ડ નંબર 4 અને 13 માં અગાઉ જાહેર કરેલા ઉમેદવારોને બદલવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સક્રિય કોર્પોરેટરોને ફરી તક મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આક્રમક ભૂમિકા ભજવનાર જૂના જોગીઓ અને કોર્પોરેટરો પર પક્ષે ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વોર્ડ નંબર 7 માંથી દીપ્તિબેન સાકરીયા, વોર્ડ નંબર 16 માંથી જીતેન્દ્રભાઈ કાછડીયા અને વોર્ડ નંબર 4 માંથી કુંદનબેન કોઠીયાને ફરીથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શાસક પક્ષ સામે અવાજ ઉઠાવનાર આ સક્રિય ચહેરાઓને રિપીટ કરીને AAP એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ કામગીરીના આધારે મેદાનમાં ઉતરી રહ્યા છે. સંગઠનના શિલ્પી મનોજ સોરઠીયા પક્ષના ‘એન્જિનિયરિંગ માઈન્ડ’ ગણાતા મનોજ સોરઠીયા પર AAPએ મોટો જુગાર ખેલ્યો છે. વ્યવસાયે એન્જિનિયર સોરઠીયાએ ગુજરાતમાં ગામેગામ સમિતિઓ બનાવીને સંગઠન ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ ટેકનિકલ રીતે સોશિયલ મીડિયા અને વોલેન્ટિયર નેટવર્ક સંભાળવામાં માહેર છે. 2022માં સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન થયેલા હુમલા છતાં તેમની સતત લડાયક વૃત્તિએ કાર્યકરોમાં ઊંડો પ્રભાવ પાડ્યો છે. AAP એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે આમ આદમી પાર્ટીએ આ લિસ્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે, અમે કોઈ મોટા માથાઓને નહીં પણ સામાન્ય પરિવારના શિક્ષિત યુવાનો, વડીલો અને બહેનોને સ્થાન આપ્યું છે. ભાજપ અને કોંગ્રેસના શાસન સામે AAP એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવો ઇતિહાસ લખાશે.
    Click here to Read More
    Previous Article
    AAPએ એક વોર્ડમાં પાંચ-પાંચ ઉમેદવાર ઉતાર્યાં:મહેસાણામાં વોર્ડનો આંકડો 500ને પાર પહોંચાડી દીધો; મેયરનું પદ છુટ્યું ને વેલ્ડિંગ મશીન ઉઠાવ્યું
    Next Article
    જગવિખ્યાત કેસર કેરી પર કુદરતની વક્રદૃષ્ટિ:અચાનક બદલાયેલા વાતાવરણથી ‘કેસર’ની ગુણવત્તા બગડી, ખેડૂતો આર્થિક પાયમાલીના આરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment