Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાંદલજાની પરિણીતાને દહેજ અને દીકરીના જન્મ મુદ્દે સાસરિયાંનો ત્રાસ:ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ, પતિએ તેને જબરદસ્તી કોઈ પીણુ પીવડાવ્યું હતું

    2 days ago

    વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજની માંગણી મુદ્દે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાનો આક્ષેપ છે કે, દીકરીનો જન્મ થતા સાસરિયાઓએ અસંતોષ વ્યક્ત કરી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. લગ્નના ચાર મહિના બાદ ત્રાસ શરૂ થયો ફરિયાદ અનુસાર, વડોદરાની યુવતીના લગ્ન 24 જાન્યુઆરી, 2022ના રોજ અંકલેશ્વરના યુવક સાથે ઈસ્લામિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નજીવનના શરૂઆતના ચાર મહિના શાંતિથી પસાર થયા બાદ સાસુ, જેઠાણી અને નણંદે ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારી યુવતીનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું. સાસરિયાંઓ દ્વારા નાની-નાની બાબતોમાં ખામીઓ કાઢી તેને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. દહેજની માંગણી અને દીકરીના જન્મનો વિરોધ યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ સાથ આપવાને બદલે સાસરિયાંઓનો પક્ષ લઈ વારંવાર પિયરમાંથી દહેજ પેટે પૈસા લાવવા દબાણ કરતો હતો. યુવતી ગર્ભવતી બની ત્યારે સાસરિયાઓએ 'દીકરો જ જોઈએ' એવી જીદ પકડી હતી. 9 જાન્યુઆરી, 2023ના રોજ વડોદરાની હોસ્પિટલમાં દીકરીનો જન્મ થતા સાસરિયાંઓ ખુશ થવાને બદલે નારાજ થયા હતા અને દીકરીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. યુવતીને ધમકી આપવામાં આવી હતી કે, "જો દીકરો નહીં જણાય તો પતિના બીજા લગ્ન કરાવી દઈશું." શારીરિક હુમલો અને હત્યાનો પ્રયાસ ત્રાસની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે સાસુ, સસરા અને પતિ સહિતના સભ્યોએ ભેગા મળીને યુવતીને ઢોર માર માર્યો હતો. પીડિતાના જણાવ્યા મુજબ, તેનું ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી અને પતિએ તેને જબરદસ્તી કોઈ પીણુ પીવડાવ્યું હતું. આ ઘટના બાદ તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહીની માંગ હાલ યુવતી પોતાના પિયરમાં રહે છે, જ્યારે તેની દીકરી સાસરિયાં પાસે છે. અગાઉ આ મામલે પોલીસમાં અરજી અને કોર્ટ કાઉન્સેલિંગ દ્વારા સમાધાનના પ્રયત્નો થયા હતા, પરંતુ કોઈ નિવેડો ન આવતા અંતે યુવતીએ પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને નણંદ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. જે.પી. રોડ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના કર્મયોગી ભવનમાં વીજ પુરવઠો ખોરવાયો:અડધો કલાકથી સરકારી કામકાજ ઠપ, ગરમીથી કર્મચારીઓ બેહાલ
    Next Article
    ચૂંટણી નજીક આવતા FIR મુદ્દે રાજકારણ ગરમાયુ:ભાજપ પર આક્ષેપ, આજે પણ AAPના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પર FIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment