Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના કર્મયોગી ભવનમાં વીજ પુરવઠો ખોરવાયો:અડધો કલાકથી સરકારી કામકાજ ઠપ, ગરમીથી કર્મચારીઓ બેહાલ

    2 days ago

    ગાંધીનગરના સેક્ટર-8 સ્થિત કર્મયોગી ભવનમાં આજે બપોરે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં સરકારી કચેરીઓની કામગીરી અટકી પડી હતી. અંદાજે અડધો કલાકથી વધુ સમય સુધી વીજળી ગુલ રહેતા ટેકનિકલ ખામીના કારણે વહીવટી કાર્યમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો. ગરમીથી કર્મચારીઓ ભારે અકળાયા વીજ પુરવઠો બંધ થવાને કારણે ભવનની લિફ્ટ, પંખા અને લાઈટ સહિતની તમામ પાયાની સુવિધાઓ એકસાથે બંધ થઈ ગઈ હતી. કચેરીઓમાં અંધારું છવાઈ જતાં અને ગરમી તેમજ બાફના વધતા પ્રમાણને લીધે કર્મચારીઓ ભારે અકળાયા હતા. લિફ્ટ બંધ હોવાને કારણે ઉપરના માળે કાર્યરત કર્મચારીઓને અવરજવર માટે સીડીનો સહારો લેવો પડ્યો હતો. કામગીરી અટકી પડતા કર્મચારીઓમાં અસંતોષ આ વીજ સમસ્યાના કારણે દૈનિક પ્રશાસનિક કામગીરી અને ફાઈલોના નિકાલમાં મોટો વિલંબ સર્જાયો હતો. પાટનગરની મહત્વની કચેરીઓમાં આ પ્રકારે કામગીરી અટકી પડતા કર્મચારીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો અને "લાઈટ કાપ" જેવી સ્થિતિ અંગે ચર્ચાઓ જાગી હતી. હાલમાં આ વીજ ખામી પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને વહેલી તકે પુરવઠો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હાઇકોર્ટમાં અરજીઓ:વાપીમાં એક સંભવિત ઉમેદવાર સોસાયટીના ચોથા માળે રહે તેનું નામ વોટર લિસ્ટમાં નહીં, નીચેના ત્રણ માળના લોકોના નામ
    Next Article
    તાંદલજાની પરિણીતાને દહેજ અને દીકરીના જન્મ મુદ્દે સાસરિયાંનો ત્રાસ:ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ, પતિએ તેને જબરદસ્તી કોઈ પીણુ પીવડાવ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment