Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારે કહ્યું- ઘણા મંદિરોમાં પ્રસાદમાં દારૂ આપવામાં આવે છે:કોર્ટ એમ ન કહી શકે કે ત્યાં દારૂ ન આપો, સબરીમાલા કેસમાં સુનાવણી

    16 hours ago

    કેન્દ્ર સરકારે ગુરુવારે કેરળના સબરીમાલા મંદિરની સુનાવણી દરમિયાન રીતિ-રિવાજોનો ઉલ્લેખ કર્યો હતો. એએસજી નટરાજે જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતના અનેક મંદિરોમાં પ્રસાદ તરીકે મદિરા (દારૂ) આપવામાં આવે છે. આવતીકાલે તમે એવો વાંધો ન ઉઠાવી શકો કે મદિરા ન આપવામાં આવે. હું એક ઉદાહરણ આપું છું, ઘણા મંદિરોમાં શાકાહારી ભોજન પીરસવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ પોતાની પસંદગી અથવા અંતરાત્માના અવાજ પર એમ કહે કે તે માંસાહારી ભોજન કરવા માંગે છે, તો તે કોઈ ખાસ સંપ્રદાય પાસે જઈને એમ ન કહી શકે કે આ મારો અધિકાર છે અને મને આ જ પીરસવામાં આવવું જોઈએ. તેને તે શ્રદ્ધાળુઓના અધિકારોમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. બીજી તરફ, સરકારે સબરીમાલા મંદિરમાં માસિક ધર્મની વય ધરાવતી મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધનું સમર્થન કર્યું હતું. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો 2018નો નિર્ણય એ ધારણા પર આધારિત છે કે પુરુષો શ્રેષ્ઠ છે અને મહિલાઓ ઉતરતી છે. આ જ કારણસર તમામ મહિલાઓને પ્રવેશ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની 9 જજોની બેંચ ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે થતા ભેદભાવ સાથે જોડાયેલા કેસમાં બુધવારે સતત ત્રીજા દિવસે સુનાવણી કરી રહી છે. તેમાં વિવિધ ધર્મોમાં પ્રચલિત ધાર્મિક સ્વતંત્રતાની મર્યાદા અને વ્યાપ્તિ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં 50થી વધુ રિવ્યુ પિટિશન ધાર્મિક સ્થળોએ મહિલાઓ સાથે ભેદભાવનો મામલો છેલ્લા 26 વર્ષથી દેશની અદાલતોમાં છે. 2018માં, 5 જજોની બેન્ચે 4:1ના બહુમતીથી મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. ત્યારબાદ ઘણી પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની 9 જજોની બંધારણીય બેન્ચ 7 એપ્રિલથી 22 એપ્રિલ સુધી 50થી વધુ અરજીઓ પર સુનાવણી કરશે. કોર્ટમાં રિવ્યુ પિટિશન કરનારાઓ અને તેમને ટેકો આપનારાઓ 7 એપ્રિલથી 9 એપ્રિલ સુધી, જ્યારે વિરોધ કરનારાઓ 14 એપ્રિલથી 16 એપ્રિલ સુધી દલીલો કરી શકશે. સુપ્રીમ કોર્ટની સુનવણીની પળેપળની માહિતી માટે નીચેના બ્લોગ જુઓ...
    Click here to Read More
    Previous Article
    Asaduddin Owaisi Interview LIVE : बंगाल चुनाव में ओवैसी का गेम प्लान, ईरान पर भी दिया बड़ा संदेश ..
    Next Article
    છાતી પર બેસીને રોડ પર ચાકુથી માથું કાપ્યું, VIDEO:પછી રસ્તાની વચ્ચે રાખ્યું, ટોળાએ આરોપીને ઢોર માર મારતા તેનું પણ મોત, પાર્કિંગ વિવાદમાં હત્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment