Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ:અમરાઈવાડી, દાણીલીમડા અને જશોદાનગરમાંથી સોના- ચાંદીના દાગીના અને રોકડની ચોરી

    2 days ago

    શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. અમરાઈવાડી, જશોદાનગર, શાહઆલમ, ઇસનપુર અને વટવા વિસ્તારમાં ચોરીના બનાવો બન્યા છે. રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાંથી રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી છે. પાંચેય વિસ્તારમાં સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સહિત 10 લાખના મુદ્દા માલની ચોરી થઈ છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. અમરાઈવાડીમાં બંધ ઘરમાંથી 6.28 લાખની ચોરી શહેરના અમરાઈવાડી વિસ્તારમાં શ્રીરામ રો હાઉસમાં રહેતા ભાવેશભાઈ જઈને અમરાવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 7થી 8 એપ્રિલ દરમિયાન તેમનું મકાન બંધ હતું, ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘરનું લોક તોડી તેમાં રહેલા સોનાના દાગીના જમા મંગળસૂત્ર કાનની બુટ્ટી સોનાની વીંટી ચેન ચાંદીના કડા અને રોકડા રૂપિયા એક લાખ મળી 6.28 લાખ રૂપિયાની ચોરી કરી છે. અમરાઈવાડી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. જશોદાનગરમાં દાગીના અને 1.90 લાખની ચોરી જશોદાનગર વિસ્તારમાં શિવાનંદ બંગલોઝમાં રહેતા ચંદ્રશેખર પોદ્દારે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 5 એપ્રિલથી 8 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા વ્યક્તિઓ તેમના મકાનના રસોડાના દરવાજાનું લોક તોડી અને મકાનમાં પ્રવેશી બેડરૂમમાં તેમજ ઉપરના માળે રાખેલા તિજોરીના લોક તોડી સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.90 લાખ રૂપિયાની ચોરી કરી લીધી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શાહઆલમમાં દાગીના સહિતની લૂંટ શાહઆલમ વિસ્તારમાં નાગોરીની ચાલીમાં રહેતા હલીમાં બીબી તલાટે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 4 એપ્રિલથી 8 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા વ્યક્તિએ ઘરનું તાળું તોડી તિજોરીમાં રહેલા રોકડા રૂ. 10 હજાર અને સોનાની બુટ્ટી તેમજ ચાંદીની ઝાંઝરી મળી 82 હજાર રૂપિયાની મતાની ચોરી કરી છે, જેને લઈને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તમામ કેલમાં પોલીસે તપાસ શરૂ કરી જ્યારે વટવા વિસ્તારમાં સહારા ફ્લેટમાં રહેતા સકીનાખાતુન પઠાણે અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 5 એપ્રિલના રોજ રાત્રે 9:00 વાગ્યાની આજુબાજુ વટવા મુરલીધર સોસાયટીની બાજુમાં આવેલી મહિમા જ્વેલર્સ નામની દુકાન પાસે ફૂટપાથ પર તેમની સોનાની બાલી અને જુમખીની દાગીના ભરેલી થેલીની વ્યક્તિ નજર ચૂકવીને ચોરી કરી જતો રહ્યો હતો. જ્યારે ઇસનપુર મિલનનગરમાં રજબ શેઠની ચાલીમાં રહેતા મહેબુબભાઇ સૈયદને મફતમાં સરકારી મકાન અને બીજી સરકારી યોજનાના ફોર્મ ભરવાનું જણાવી નજર ચૂકવી 35,000ની મત્તા ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટર્બો ટ્રક સાથે બાઈક અથડાતાં યુવકનું મોત:પાટણ-ડીસા હાઇવે પર અકસ્માત, ટ્રક ચાલક સામે ફરિયાદ
    Next Article
    PM Modi On women's reservation amendment | મહિલા અનામત સુધારાના ડ્રાફ્ટને કેન્દ્રની મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment