Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટર્બો ટ્રક સાથે બાઈક અથડાતાં યુવકનું મોત:પાટણ-ડીસા હાઇવે પર અકસ્માત, ટ્રક ચાલક સામે ફરિયાદ

    2 days ago

    પાટણ-ડીસા હાઇવે પર પાટણ નજીક આવેલા જાળેશ્વર પાલડી પાસે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મૃત્યુ થયું હતું. પાટણ તરફથી ડીસા જઈ રહેલા ટર્બો ટ્રક સાથે જોડાયેલા કન્સ્ટ્રક્શન મશીન સાથે વામૈયા તરફથી પાટણ જઈ રહેલા બાઇક ચાલકની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક સરસ્વતી તાલુકાના વામૈયા ગામનો આશરે 21 વર્ષીય ભમરસિંહ ભીખાસિંહ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. ભમરસિંહ મોડી રાત્રે પોતાના ગામથી બાઇક લઈને પાટણ તરફ જઈ રહ્યો હતો, ત્યારે જાળેશ્વર પાલડી પાસે આ ઘટના બની હતી. ટ્રકની અડફેટે બાઇક ચાલક રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકના કાકાએ સરસ્વતી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, મૃતક ભમરસિંહની આઠ મહિના પહેલા સગાઈ થઈ હતી અને આગામી સમયમાં તેના લગ્ન પણ થવાના હતા.
    Click here to Read More
    Previous Article
    પુડુચેરીમાં કોંગ્રેસ- ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:એન્ટનીએ કહ્યું- કેરળમાં કોઈને ભાજપ પસંદ નથી; હિમંતાએ કામાખ્યા મંદિરમાં પૂજા કર્યા બાદ મતદાન કર્યું
    Next Article
    પૂર્વ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ:અમરાઈવાડી, દાણીલીમડા અને જશોદાનગરમાંથી સોના- ચાંદીના દાગીના અને રોકડની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment