Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર પોલીસે પ્રોહિબિશનના આરોપીને ઝડપ્યો:ડુંગરપુરના મોદર ગામમાંથી ફરાર આરોપી અશ્વિન ડામોરની ધરપકડ

    22 hours ago

    હિંમતનગર બી ડીવીઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ચૌધરીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પોલીસ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વોચ રાખી રહી હતી. તે દરમિયાન, બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અશ્વિન કાંતિલાલ ડામોર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બીંછીવાડા તાલુકાના મોદર ગામમાં તેના ઘરે હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે મોદર ગામમાં જઈને તપાસ કરતા અશ્વિન ડામોર મળી આવ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક ઝડપી પાડી હિંમતનગર પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- બંગાળમાં લોકોની આવકમાં સતત ઘટાડો થયો:TMCએ યુવાનોના સપના કચડી નાખ્યા, અહીં દીકરીઓ ડોક્ટર બનવા જાય છે, પણ ત્યાં તે સુરક્ષિત નથી; PMએ મમતા પર કર્યા પ્રહાર
    Next Article
    અનંત અંબાણીએ દ્વારકાધીશ મંદિરમાં દાન કર્યું:₹30 કરોડના ખર્ચે ભક્તો માટે આધુનિક સુવિધાવાળું ભવનનું નિર્માણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment