Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિશન ‘અમરતા’:લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું શકય છે? માર્કેટમાં આવી ગઈ છે ઘડપણ રોકવાની નવી તકનીકો

    16 hours ago

    મેડિકલ સાયન્સ હવે ફક્ત ઈલાજ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે શરીરની જૈવિક ઉંમરને રોકવાની દિશામાં આગળ વધી ચૂક્યું છે. આપણે એવી તકનીકોના યુગમાં છીએ, જ્યાં કોષોનું કાયાકલ્પ અને જિનેટિક રિપેર વૈજ્ઞાનિક વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. 1. રેડ લાઇટ થેરાપી- કોષો ઝડપથી રિપેર થાય છે, વધુ ઊર્જા બનાવે છે આ થેરાપીમાં શરીર પર ઓછી તરંગલંબાઈવાળો લાલ પ્રકાશ નાખવામાં આવે છે. પ્રકાશ ત્વચાની ઊંડાઈમાં કોષોના પાવરહાઉસ એટલે કે માઇટોકોન્ડ્રિયાને સક્રિય કરે છે. આ થેરાપીથી કોષો વધુ ઊર્જા બનાવે છે અને ઝડપથી રિપેર થાય છે. ખર્ચ અને ઉપયોગ - થેરાપીનું પેનલ આશરે રૂ.15,000માં આવે છે. તેનાથી કરચલીઓ અને ત્વચાના ડાઘ ઘટે છે. 2. ક્રાયોથેરાપી - 110° ડિગ્રીમાં બે મિનિટ, યુવાન રહેવાનો પ્રયાસ ક્રાયો-ચેમ્બરમાં વ્યક્તિને રાખવામાં આવે છે, જ્યાં લિકવિડ નાઇટ્રોજનથી તાપમાન -110°Cથી -160°C સુધી લઈ જવામાં આવે છે. 2-4 મિનિટમાં શરીર ‘સર્વાઇવલ મોડ’માં આવી જાય છે, લોહી સર્કુલેશન ઝડપી બને છે. અંગોમાં વધુ ઓક્સિજનવાળું લોહી ફરવા લાગે છે. ખર્ચ અને ઉપયોગ - મેટ્રો શહેરોમાં ₹5,000થી ₹12,000 સુધી સેશન મળી જાય છે. વજન ઘટાડવામાં મદદરૂપ. 3. ઇન્ટ્રાવેનસ ગ્લુટાથિયોન ડ્રિપ - વૃદ્ધત્વ માટે જવાબદાર ‘ફ્રી રેડિકલ્સ’ ઘટાડે છે આમાં ગ્લુટાથિયોન, વિટામિન્સ અને મિનરલ્સનું કોકટેલ સીધું IV ડ્રિપ દ્વારા લોહીમાં પહોંચાડવામાં આવે છે. આ પાચનતંત્રમાંથી પસાર થતું નથી, તેથી પોષક તત્વો 100% શરીરને મળે છે. આ ‘ફ્રી રેડિકલ્સ’ નો નાશ કરે છે જે વૃદ્ધત્વના મુખ્ય કારણો છે. ખર્ચ અને ઉપયોગ - પ્રતિ ડ્રિપનો ખર્ચ ₹10,000 થી ₹25,000 સુધી આવે છે. આ થેરાપી લીવરને ડિટોક્સ કરે છે. 4. ઓઝોન થેરાપી - શરીરમાં દુખાવો અને થાક દૂર કરી યુવાન રાખે છે શરીરમાં ‘મેડિકલ ગ્રેડ ઓઝોન’ ગેસ દાખલ કરવામાં આવે છે. સૌથી સામાન્ય રીત ‘ઓટો-હિમોથેરાપી’ છે. દર્દીનું થોડું લોહી કાઢીને તેમાં ઓઝોન મિક્સ કરવામાં આવે છે અને પછી તેને ફરીથી શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ ઇમ્યુન સિસ્ટમને રીબૂટ કરે છે. ખર્ચ અને ઉપયોગ - સેશન ₹7,000થી ₹15,0000ની વચ્ચે છે. થેરાપી પીડા અને થાકને દૂર કરીને શરીરને યુવાન બનાવે છે. 'રિવર્સ એજિંગ’નો સફળ ટેસ્ટ- ઓક્સિજન થેરાપીથી ફરી યુવાન બનશો તેલ અવીવ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી દ્વારા વૃદ્ધાવસ્થાને જૈવિક રીતે ઉલટાવવાનો પ્રયાસ કર્યો છે. ઓક્સિજનના દબાણવાળા ચેમ્બરમાં સારવાર પછી વૃદ્ધોના ટીલોમિયર્સની લંબાઈ 25 વર્ષ પહેલાં જેવી થઈ ગઈ અને ખરાબ કોષો 37% સુધી ઓછા થઈ ગયા. ટીલોમિયર્સ ડીએનએના છેડા પર હાજર તે રક્ષણાત્મક કેપ્સ્યુલ હોય છે જે ક્રોમોસોમને નુકસાન થવાથી બચાવે છે. ઉંમર વધવાની સાથે તેમની લંબાઈ ઓછી થતી જાય છે. - રૂ.800 લાખ કરોડની થઈ ગઈ લોન્જિવિટી ઇકોનોમી - રૂ.210 કરોડ લગાવ્યા છે ઝોમેટો ફાઉન્ડર દીપેન્દર ગોયલે લોન્જિવિટી સંબંધિત રિસર્ચમાં - રૂ.768 કરોડ પોતાને યુવાન રાખવા માટે ખર્ચ કરી રહ્યા છે અમેરિકી ઉદ્યોગપતિ બ્રાયન જોનસન લાંબી ઉંમરનું વિજ્ઞાન - ઇલાજ માટે શરીરમાં જશે નેનો રોબોટ નેનો-રોબોટિક્સ- શરીરનું સમારકામ કરશે રોબોટ્સ, બીમારી અને વાયરસ નષ્ટ કરશે એમાં નાના-નાના રોબોટ્સને આપણા લોહી અને નસોમાં મોકલવામાં આવશે. જો કોઈ કોષિકાના DNAમાં કોઈ ખરાબી આવે છે, તો આ નેનોબોટ તેને તરત જ ઠીક કરી દેશે. તેઓ ધમનીઓમાં જમા થયેલા કોલેસ્ટ્રોલને સાફ કરશે. જેનેટિક એન્જિનિયરિંગ- બીમારીઓ માટે જવાબદાર DNAના ભાગને કાપી નાખશે આ DNAમાં ફેરફાર પર કેન્દ્રિત છે. વૈજ્ઞાનિકો તેની મદદથી DNAના તે ભાગને કાપી શકે છે, જે ઉંમર વધારવા અથવા બીમારીઓ માટે જવાબદાર છે અને તેની જગ્યાએ એક સ્વસ્થ જીન લગાવી શકે છે. સેલ્યુલર રિપ્રોગ્રામિંગ- વૃદ્ધ કોષોને ફરીથી યુવા અવસ્થામાં લાવવાની તકનીક આમાં વૈજ્ઞાનિકો જીન કોષના એપિજેનેટિક ક્લોકને રીસેટ કરે છે. જેમ કમ્પ્યુટરને ફોર્મેટ કરીને નવું બનાવવામાં આવે છે, તેવી જ રીતે વૃદ્ધ કોષને તેની ભ્રૂણ જેવી યુવા અવસ્થામાં પાછો લાવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    AIએ શોધી કાઢ્યા બિટકોઈનના જનક!:લખાણ પરથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓળખી ગયું, 34 હજાર લોકોનો ડેટા ફેંદ્યા બાદ મળ્યો 'ક્રિપ્ટો'નો ચિરાગ
    Next Article
    ટ્રમ્પે કહ્યું- સમજૂતી સુધી ઈરાન આસપાસ સેના રહેશે:ઈરાને કહ્યું-અમેરિકાએ સીઝફાયરની 3 શરતો તોડી, હવે વાતચીતનો અર્થ નથી

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment