Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર'ની સ્ક્રિપ્ટ ચોરી કેસમાં આદિત્ય ધરને રાહત:બોમ્બે હાઇકોર્ટે સંતોષ કુમાર વિરુદ્ધ વચગાળાનો આદેશ પસાર કર્યો, ફિલ્મમેકરને બદનક્ષીભર્યું નિવેદન આપતા રોક્યા

    3 days ago

    'ધુરંધર' અને 'ધુરંધરઃ ધ રિવેન્જ' ફિલ્મની સ્ક્રિપ્ટ ચોરીના આરોપમાં આદિત્ય ધરને મોટી રાહત મળી છે. બોમ્બે હાઇકોર્ટે બુધવારે સાઉથ ફિલ્મમેકર સંતોષ કુમાર વિરુદ્ધ એક વચગાળાનો આદેશ પસાર કર્યો છે, જેમાં 'ધુરંધર' અને 'ધુરંધરઃ ધ રિવેન્જ'ની સ્ક્રિપ્ટ ચોરીના આરોપોને પુનરાવર્તિત કરવા અથવા ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર વિરુદ્ધ કોઈ પણ બદનક્ષીભર્યું (ડિફેમેટરી) નિવેદન આપવાથી અસ્થાયી રૂપે રોકવામાં આવ્યા છે. જજ આરિફ એસ. ડોક્ટરની બેન્ચે આ નિર્ણય આદિત્ય ધર દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંભળાવ્યો. 16 એપ્રિલ સુધી આદેશ લાગુ રહેશે બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, કોર્ટે કહ્યું કે સંતોષ કુમારને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમની તરફથી કોઈ હાજર થયું ન હતું. આદેશમાં કહેવામાં આવ્યું કે, આગામી સુનાવણી સુધી સંતોષ કુમાર આવા શબ્દોનું પુનરાવર્તન કરવાથી દૂર રહે. આ આદેશ ફક્ત સંતોષ કુમાર પર લાગુ રહેશે અને 16 એપ્રિલ સુધી પ્રભાવી રહેશે, જ્યારે કેસની આગામી સુનાવણી થશે. નોંધનીય છે કે, સંતોષ કુમારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે, ફિલ્મ 'ધુરંધર' અને ‘ધુરંધર 2’ની વાર્તા તેમની વર્ષ 2023માં રજિસ્ટર્ડ સ્ક્રિપ્ટ 'ડી સાહેબ' માંથી ચોરવામાં આવી છે. સંતોષ કુમારે કહ્યું હતું કે, ‘તમે બધાએ જોયું હશે કે ફિલ્મ ખૂબ સારી ચાલી રહી છે. આ મૂવી જોયા પછી મને ખબર પડી કે આ મારી સ્ક્રિપ્ટ છે. મારી વાર્તા છે. મેં આ ખૂબ મહેનતથી કર્યું હતું. 2023 માં મેં અહીં આવીને ઘણી બધી કંપનીઓને સ્ટોરી સંભળાવી હતી. મને કહેવામાં આવ્યું હતું કે જો તમને મોટો એક્ટર જોઈએ છે, તો મોટી કોર્પોરેટ કંપની લઈને આવો. હું સોની પાસે ગયો, ઝી પાસે ગયો, ટી-સિરીઝ પાસે ગયો, ધર્મા પ્રોડક્શન પાસે ગયો.’ તેમણે આગળ કહ્યું હતું કે, ‘મને આ ફિલ્મની સ્ક્રિપ્ટ માટે આદિત્ય રોય કપૂર જોઈતો હતો. મેં ખૂબ પ્રયાસ કર્યો. મેં ઘણા ડિરેક્ટર્સને સ્ક્રિપ્ટ મોકલી. હું સ્ક્રીનરાઈટર એસોસિએશનનો ભાગ હતો, મેં ત્યાં પણ નવેમ્બર 2023માં સ્ક્રિપ્ટ રજીસ્ટર કરાવી છે. મારી પાસે બધા પુરાવા છે. મારી પાસે તસવીરો છે, સ્ક્રિપ્ટ છે, સ્કેચ છે. હું આ ફિલ્મ વિરુદ્ધ કેસ કરી રહ્યો છું. ફિલ્મ સારી છે, પરંતુ તે લોકોએ મારા કામનો દુરુપયોગ કર્યો છે. ફિલ્મ સિનેમા એન્ટરટેઈનમેન્ટ હતી, પરંતુ તેમણે તેને પોલિટિકલ પ્રોપેગેન્ડા બનાવી દીધો.’ જવાબ ન મળતા આદિત્ય ધર કોર્ટ પહોંચ્યો આરોપો બાદ આદિત્ય ધરે કુમારને લીગલ નોટિસ મોકલી, જેમાં આ આરોપોનો ઇનકાર કરવામાં આવ્યો અને ભવિષ્યમાં આવી ટિપ્પણી ન કરવાની ચેતવણી આપવામાં આવી. પછી નોટિસનો જવાબ ન મળતા આદિત્ય ધરે હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને નિવેદનબાજી પર રોક તથા વળતરની માંગ કરી. તેના વકીલ બીરેન્દ્ર સરાફે કોર્ટમાં કહ્યું કે, સંતોષ કુમારના નિવેદનો બદનક્ષીભર્યા અને છબીને નુકસાન પહોંચાડનારા છે. વળી, સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કથિત બદનક્ષીભરી ટિપ્પણીઓ વ્યાપકપણે શેર કરવામાં આવી હતી. તેના આધારે અદાલતે મર્યાદિત વચગાળાની રાહત આપવાનો નિર્ણય લીધો.
    Click here to Read More
    Previous Article
    રોબોટિક લાઈફ છોડો અને 'લટકે હાલો':આદિત્ય ગઢવીનું નવું ગીત રિલીઝ, ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં કહ્યું- મોબાઇલ મૂકો અને મોજમાં જીવો!
    Next Article
    ‘સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ’:આવું કહેનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા; જેલમાં જ ખેડૂત આંદોલનનો સોદો: પ્રવીણ રામ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment