Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના નિલેશ આંબલિયા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રી:ગાંધીનગરમાં સર્વાનુમતે વરણી, શિક્ષણ વિભાગમાં વધુ એક હોદ્દેદારનો ઉમેરો

    16 hours ago

    જામનગર જિલ્લા સરકારી શિક્ષક સંઘના પ્રમુખ નિલેશકુમાર સામતભાઈ આંબલિયાની ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ વરણી ગત ૫ એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી કારોબારી બેઠકમાં કરવામાં આવી હતી. નિલેશકુમાર આંબલિયા હાલ જામનગર જિલ્લા સરકારી શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, આમરા (તા. જિ. જામનગર) ખાતે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની વરણી ગુજરાત રાજ્ય સરકારી શિક્ષણ સેવા વર્ગ-૩ (નોન-ક્લેરિકલ) સરકારી કર્મચારી મંડળના ગુજરાત રાજ્ય સંઘના મહામંત્રી પદે થઈ છે. આ નિમણૂકથી શિક્ષણ વિભાગના વિવિધ યુનિયનોમાં રાજ્ય કક્ષાના મુખ્ય હોદ્દેદારોની સંખ્યામાં વધારો થયો છે, જ્યાં અગાઉ ત્રણ મુખ્ય હોદ્દેદારો હતા. આ નિમણૂકને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગુભા જાડેજા, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ખાખરીયા, વર્ગ-૨ સંવર્ગના પ્રમુખ શ્રી એચ.આર. હાડિયા સહિત જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિવિધ યુનિયનના હોદ્દેદારોએ આવકારી છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડા SBI (કૃષિ શાખા) બેંકમાં ખેડૂતોને મુશ્કેલી:કોંગ્રેસે તાત્કાલિક નિરાકરણ ન આવ્યે ઉગ્ર આંદોલનની ચેતવણી આપી
    Next Article
    જૂનાગઢમાં કેસર કેરી પર કુદરતની વક્રદૃષ્ટિ:​જૂનાગઢના ગઢ ગણાતા આંબાવાડિયામાં કેરીના પાકને વ્યાપક નુકસાન; અચાનક બદલાયેલા વાતાવરણથી ‘કેસર’ની ગુણવત્તા બગડી, ખેડૂતો આર્થિક પાયમાલીના આરે.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment