Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા SBI (કૃષિ શાખા) બેંકમાં ખેડૂતોને મુશ્કેલી:કોંગ્રેસે તાત્કાલિક નિરાકરણ ન આવ્યે ઉગ્ર આંદોલનની ચેતવણી આપી

    17 hours ago

    ગઢડામાં SBI બેંક (કૃષિ શાખા) ખાતે ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓનો મુદ્દો ગરમાયો છે. આ મામલે કોંગ્રેસે બેંક સત્તાધીશોને રજૂઆત કરી છે અને તાત્કાલિક નિરાકરણ ન આવ્યે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા દિવસોથી તેમને બેંકમાં વારંવાર ધક્કા ખાવા પડે છે. તેમને યોગ્ય સેવા મળતી નથી, જેના કારણે તેઓ પરેશાન છે. ખેડૂતોની રજૂઆતો સાંભળ્યા બાદ ગઢડા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક SBI બેંક પહોંચ્યા હતા. ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા કનુભાઈ જેબલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી અને અજયભાઈ ઝાલા સહિતના આગેવાનોએ બેંક ખાતે રજૂઆત કરી હતી. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત, ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વભરમાં ણમોકાર મહામંત્ર દિવસની ઉજવણી:ગાંધીનગરના જૈન મંદિરમાં વિશ્વ શાંતિ માટે જાપ કરાયા
    Next Article
    જામનગરના નિલેશ આંબલિયા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રી:ગાંધીનગરમાં સર્વાનુમતે વરણી, શિક્ષણ વિભાગમાં વધુ એક હોદ્દેદારનો ઉમેરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment