Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વભરમાં ણમોકાર મહામંત્ર દિવસની ઉજવણી:ગાંધીનગરના જૈન મંદિરમાં વિશ્વ શાંતિ માટે જાપ કરાયા

    18 hours ago

    ગાંધીનગરના સેક્ટર-21 સ્થિત શ્રી મહાવીરસ્વામી દિગંબર જૈન મંદિરમાં વિશ્વ ણમોકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિશ્વ શાંતિના હેતુથી ણમોકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા હતા. દર વર્ષે 9 એપ્રિલના રોજ વિશ્વ ણમોકાર મહામંત્ર દિવસ ઉજવવામાં આવે છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) દ્વારા આયોજિત આ દિવસે 108 જેટલાં દેશોમાં લાખો લોકો એકસાથે નવકાર મંત્રનો જાપ કરે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વશાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક એકતા લાવવાનો છે. આ વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે, ગાંધીનગર શહેરના વિવિધ દેરાસરોમાં જૈન સંઘો દ્વારા ણમોકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા હતા. સેક્ટર-21ના શ્રી મહાવીરસ્વામી દિગંબર જૈન મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ણમોકાર મંત્ર એ જૈન ધર્મનો મૂળભૂત મંત્ર છે, જે પંચ પરમેષ્ઠિ (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ)ને નમસ્કાર કરે છે. આ મંત્રના સતત જાપથી માનસિક શાંતિ અને નકારાત્મકતા દૂર થાય છે તેવી માન્યતા છે.
    Click here to Read More
    Previous Article
    આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT પરીક્ષામાં ઝળહળ્યા:ધ્રુવ સવજીયાણીએ દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવી રેકોર્ડ બનાવ્યો
    Next Article
    ગઢડા SBI (કૃષિ શાખા) બેંકમાં ખેડૂતોને મુશ્કેલી:કોંગ્રેસે તાત્કાલિક નિરાકરણ ન આવ્યે ઉગ્ર આંદોલનની ચેતવણી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment