Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓઢવ જૈન મંદિરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી:દિગંબર મુનિરાજના સાનિધ્યમાં ભક્તોએ નવકાર મહામંત્રનો પાઠ કર્યો

    21 hours ago

    અમદાવાદના ઓઢવ ખાતે આવેલી ધનલક્ષ્મી સોસાયટીના શ્રી 1008 શ્રી શાંતિનાથ દિગંબર જૈન તેરાપંથી મંદિરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આચાર્ય મુની 108 વર્ધમાન સાગરજી મહારાજના પરમ પ્રભાવક શિષ્ય મુની 108 અપૂર્વ સાગરજી, મુની 108 અર્પિત સાગરજી, મુની 108 વિર્વજીત સાગરજી તથા બાલબ્રહ્મચારી નમનજી ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ નવકાર દિવસની ઉજવણી સમગ્ર વિશ્વના 120 દેશોમાં થઈ રહી છે, જે અંતર્ગત અમદાવાદમાં પણ વિવિધ પંથના જૈન મંદિરોમાં આ દિવસ ઉજવાયો. આ મહાન દિવસે સવારે 8 વાગ્યે અને 1 મિનિટે સમગ્ર વિશ્વમાં નવકાર મહામંત્રના પાઠનો શુભારંભ કરવામાં આવ્યો. ધનલક્ષ્મી સોસાયટીના મંદિરમાં મુનિરાજના સાનિધ્યમાં બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત લગભગ 300 ભક્તોએ આ અખંડ પાઠમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુનિરાજે નવકાર મહામંત્રનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, નમોકાર મહામંત્ર 18234 પ્રકારે ગાઈ શકાય છે અને તે સમગ્ર વિશ્વમાં શાંતિ આપનારો મંત્ર છે. આ મહામંત્ર અનાદિ નિધન છે. તેમણે ઉમેર્યું કે, આ મંત્રમાં શ્રદ્ધા રાખનાર અને શ્રદ્ધાપૂર્વક તેનું ઉચ્ચારણ કરનાર તમામ જીવોના પાપોનો ક્ષય થાય છે.આ કાર્યક્રમનું આયોજન સમગ્ર વિશ્વમાં જીતો સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહાન કાર્ય કરવા બદલ મુનિરાજ તરફથી જીતો સંસ્થાને ખૂબ ખૂબ આશીર્વાદ અને સમગ્ર સમાજ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદ ચૂંટણી પહેલા જૈન સમાજ એક્શન મોડમાં:નગરપાલિકા ચૂંટણીમાં વધુ ટિકિટની માંગ સાથે બેઠક યોજી
    Next Article
    આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT પરીક્ષામાં ઝળહળ્યા:ધ્રુવ સવજીયાણીએ દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવી રેકોર્ડ બનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment