Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ચૂંટણી પહેલા જૈન સમાજ એક્શન મોડમાં:નગરપાલિકા ચૂંટણીમાં વધુ ટિકિટની માંગ સાથે બેઠક યોજી

    22 hours ago

    બોટાદ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ માહોલ વચ્ચે જૈન સમાજ સક્રિય બન્યો છે. બોટાદમાં સમસ્ત જૈન સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જૈન સમાજને વધુ ટિકિટો આપવાની માંગ કરવામાં આવી. આ બેઠકમાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર સંપ્રદાયના આગેવાનો એક મંચ પર એકત્રિત થયા હતા. શહેરના છ મુખ્ય દેરાસરોના ટ્રસ્ટીઓ અને કમિટી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જૈન સમાજે બોટાદ શહેરમાં તેમનો પ્રભાવશાળી મતદાન હિસ્સો હોવાથી વધુ પ્રતિનિધિત્વની માંગ કરી છે. બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પણ હાજર રહ્યા હતા, જેમની સમક્ષ જૈન સમાજ દ્વારા આ મુદ્દે સત્તાવાર રજૂઆત કરવામાં આવી. જૈન સમાજના આગેવાન રાજા કોઠારીએ જણાવ્યું કે જો તેમની માંગ પર યોગ્ય ધ્યાન નહીં અપાય, તો આવનારી ચૂંટણીમાં તેના પડઘા પડશે.
    Click here to Read More
    Previous Article
    કડીની કોલેજો દ્વારા તાલીમાર્થીઓ માટે મોક ઇન્ટરવ્યૂ:રોજગારલક્ષી કૌશલ્ય વિકસાવવા નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું
    Next Article
    ઓઢવ જૈન મંદિરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી:દિગંબર મુનિરાજના સાનિધ્યમાં ભક્તોએ નવકાર મહામંત્રનો પાઠ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment