Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના પૂર્વ કલેક્ટરનું નામ મતદાર યાદીમાં:બદલીના એક વર્ષ પછી પણ પત્ની સાથે યાદીમાં; રાજકીય અગ્રણીએ ધ્યાન દોર્યું

    18 hours ago

    પાટણ જિલ્લાના પૂર્વ કલેક્ટર અરવિંદ વિજયન અને તેમનાં પત્નીનાં નામો તેમની બદલીના એક વર્ષ પછી પણ જિલ્લાની મતદાર યાદીમાં નોંધાયેલાં જોવા મળ્યાં છે. આ બાબત એક રાજકીય અગ્રણીના ધ્યાને આવી હતી. 2026ની નગરપાલિકાની ચૂંટણી માટે જાહેર થયેલી મતદાર યાદીમાં પૂર્વ કલેક્ટર અરવિંદ વિજયન અને તેમનાં પત્નીના ફોટા સાથેના નામો હજુ પણ છે. તેમનાં નામ પાટણ નગરપાલિકાના વોર્ડ નં. 4ની મતદાર યાદીના બુથ નં. 8/9 પર મતદાર ક્રમાંક 424 અને તેમનાં પત્નીનું નામ 425 પર અંકિત થયેલું છે. જાણકારી આપનાર રાજકીય મિત્રના જણાવ્યા અનુસાર, હાલમાં હાથ ધરાયેલી ખાસ મતદાર યાદી સુધારણા દરમિયાન તેઓનું નામ આ યાદીમાં ન હોવું જોઈએ. નિયમ મુજબ, સ્થળાંતર કરનાર વ્યક્તિના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાના હોય છે. નોંધનીય છે કે, અરવિંદ વિજયને એપ્રિલ 2023માં પાટણના કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો હતો અને એપ્રિલ 2025માં તેમની બદલી થઈ હતી. તેઓ 2014ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. આ બાબતે પાટણ નગરપાલિકા અને પાટણની પ્રાંત કચેરીમાં ચૂંટણી શાખામાં તપાસ કરતાં અધિકારીઓ પણ આ નામો જોઈને આશ્ચર્યચકિત થયા હતા. જોકે, કયા કારણસર આ નામો યાદીમાંથી દૂર કરવાના બાકી રહ્યા છે, તે કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
    Click here to Read More
    Previous Article
    પ્રોવિઝનલ સ્ટોરમાં આગ લાગી કે લગાવી?:મંગલેશ્વર ઝાંપા નજીક પ્રોવિઝન સ્ટોર ભડકે બળ્યો, આગ લગાવવામાં આવી હોવાની દુકાન માલિકે આશંકા વ્યક્ત કરી
    Next Article
    બાકોર પોલીસ સ્ટેશને નોંધાયેલ કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો:મહીસાગર SOGએ જૂનાગઢના વિસાવદરથી પકડી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment