Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિંગ ખાનથી લઈ 'ધૂરંધર' રણવીર સુધી, જામનગર બન્યું બોલિવૂડ નગરી:અનંત અંબાણીના જન્મ દિવસની બે દિવસ ધમાકેદાર પાર્ટી, આજે રાજભા ગઢવીનો લોકડાયરો

    18 hours ago

    જામનગરના આંગણે બોલીવૂડના માંધાતાઓની માયાનગરી જાણે સજીવન થઈ છે. અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે એરપોર્ટ પર ઉતરેલા ગ્લેમર જગતના સિતારાઓનો કાફલો લક્ઝરી ગાડીઓના રસાલા સાથે વનતારાના સાનિધ્યમાં રવાના થયો હતો, જેનાથી આખું શહેર ઝાકઝમાળથી ભરાઈ ગયું છે. જામનગરના આકાશમાં ગ્લેમરની રોશની ફિલ્મી ફલક પર રાજ કરતા સિતારાઓના આગમનથી જામનગરના આકાશમાં ગ્લેમરની રોશની ફેલાઈ છે. ગત 07 એપ્રિલે વિશ્વવિખ્યાત સંગીત સમ્રાટ એ.આર. રહેમાને જામનગરની ધરા પર કદમ મૂક્યા હતા, જ્યારે 08 એપ્રિલની બપોરે બોની કપૂર, રણવીરસિંહ અને ઓરીના આગમનથી એરપોર્ટ પર ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. કિંગખાન ફેમિલીનું રાજવી અંદાજમાં આગમન ત્યારબાદ, બોલીવુડના 'કિંગ ખાન' શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી અને પુત્ર અબ્રામ સાથે રાજવી અંદાજમાં જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીંથી આ સેલિબ્રિટી પરિવાર સીધો મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ગ્રીન અને કુદરતના ખોળે વસેલા વનતારાના મહેમાન બન્યા હતા. 10 એપ્રિલેઅનંત અંબાણીનો જન્મદિવસ આ દિગ્ગજોના આગમન પાછળનું નિમિત્ત રિલાયન્સ પરિવારના લાડકવાયા અનંત અંબાણીના આગામી જન્મદિવસની ભવ્ય ઉજવણી છે. આગામી ગુરુવાર, 10 એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિવસ હોય, તેના ઉત્સાહપૂર્વકના આયોજન માટે તૈયારીઓ તેજ બની છે. લોકસંસ્કૃતિના મહાકુંભ સમાન ભવ્ય ડાયરો આ જશ્નના ભાગરૂપે 09 એપ્રિલના રોજ મોટી ખાવડી પાસે આવેલા જોગવડ ગામમાં લોકસંસ્કૃતિના મહાકુંભ સમાન ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંચ પરથી સાઈરામ દવે અને રાજભા ગઢવી જેવા દિગ્ગજ કલાકારો લોકસાહિત્યની રમઝટ બોલાવશે, જેમાં અંબાણી પરિવારના સભ્યોની હાજરી આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરશે. જામનગર જાણે સેલિબ્રિટીઓનો મેળો અનંત અંબાણીના જન્મોત્સવને વધાવવા જામનગર જાણે સેલિબ્રિટીઓના મેળામાં ફેરવાઈ ગયું છે. દેશના મનોરંજન અને સિનેમા જગતના સ્ટાર્સ આ વિશેષ પળના સાક્ષી બનવા માટે સતત જામનગર એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને બોલીવુડના ભાઈજાનનું સાથે આગમન જામનગર એરપોર્ટ પર 08 એપ્રિલના રોજ સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને બોલીવુડના ભાઈજાન સલમાન ખાન સહિત અર્પિતા ખાન, આયુષ શર્મા, રિતેશ દેશમુખ અને જિનેલિયા ડીસોઝા જેવા સ્ટાર્સની એક ઝલક મેળવવા ચાહકોની મેદની ઉમટી પડી હતી. ચુસ્ત પોલીસ સુરક્ષા કવચ એરપોર્ટ પર ઉતરાણ બાદ આ તમામ હસ્તીઓને ચુસ્ત પોલીસ સુરક્ષા કવચ હેઠળ લક્ઝરી કારના લાંબા કાફલા સાથે વનતારા તરફ રવાના કરવામાં આવ્યા હતા, જ્યાં આ ભવ્ય જન્મદિવસની ઉજવણીના રંગારંગ કાર્યક્રમો યોજાવાના છે. શહેરના માર્ગો પર ભારે ચહલપહલ અને ઉત્સાહ સેલિબ્રિટીઓના આ સતત આગમનને પગલે એરપોર્ટથી લઈને શહેરના માર્ગો પર ભારે ચહલપહલ અને ઉત્સાહનો માહોલ છે. કાર્યક્રમની ગરિમા અને મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન અને ખાનગી સુરક્ષા એજન્સીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ સમાચાર પણ વાંચો અનંત અંબાણીના જન્મદિને સાળંગપુર હનુમાન દાદાના ચરણોમાં ₹10 કરોડની ગૌ-સેવા અર્પણ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણીના 31માં જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારે ₹10કરોડની ગૌ-સેવા અર્પણ કરી છે. આ પ્રસંગે ભારતમાં અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે.(સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    Assam, Kerala, Puducherry में Voting शुरू, PM Modi ने की अपील | Assembly Election Live
    Next Article
    પુડુચેરીમાં CM બાઈક પર મતદાન કરવા પહોંચ્યા:હિમંતાએ કામાખ્યા મંદિરમાં પૂજા કરી; એન્ટનીએ કહ્યું- કેરળમાં કોઈને ભાજપ પસંદ નથી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment