Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં બે અલગ-અલગ આત્મહત્યાના બનાવો:પતિ-પત્નીના ઝઘડા અને બીમારીથી કંટાળી બે લોકોએ જીવન ટૂંકાવ્યું

    2 days ago

    નવસારી જિલ્લામાં આત્મહત્યાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. કબીલપોર વિસ્તારમાં પત્ની સાથેના ઝઘડાથી કંટાળી એક 39 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે વિજલપોરમાં લાંબી બીમારી અને એકલવાયા જીવનથી ત્રસ્ત 51 વર્ષીય આધેડે પણ આપઘાત કર્યો હતો. કબીલપોર વિસ્તારમાં વંદના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પંકજ વિરેન્દ્ર ઓઝા નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેઓ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના વતની હતા અને છેલ્લા પાંચ મહિનાથી બેરોજગાર હતા. પત્ની સાથે થતા વારંવારના ઝઘડાથી કંટાળી આપઘાત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પંકજભાઈ કામ-ધંધો કરતા ન હોવાથી તેમની અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગત 8 એપ્રિલના રોજ બપોરના 2થી 2:30 વાગ્યાના સુમારે માનસિક તણાવમાં આવી તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે તેમના ભાઈ સૌરભ ઓઝાએ નવસારી રૂરલ પોલીસને જાણ કરી હતી. રૂરલ પોલીસ સ્ટેશનના PSI એમ.એલ. સૈયદે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાથરૂમમાં પાઇપ સાથે નાયલોનની દોરી બાંધી આત્મહત્યા બીજી ઘટના વિજલપોરના આદર્શનગર, શિવાજી ચોક વિસ્તારમાં બની હતી. અહીં જીતેન્દ્રભાઈ કાશીનાથ ચૌધરીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેઓ મૂળ સુરતના પાંડેસરા વિસ્તારના વતની હતા. જીતેન્દ્રભાઈ લાંબા સમયથી સોરાયસીસની ગંભીર બીમારીથી પીડાતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લાંબી બીમારી અને એકલવાયા જીવનને કારણે તેઓ માનસિક રીતે હતાશ હતા. ગત 8 એપ્રિલના રોજ સવારના સમયે તેમણે ઘરના ઉપરના માળે દાદર પાસે આવેલા બાથરૂમમાં પાઇપ સાથે નાયલોનની દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે વિજલપોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈએ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી પોલીસે બંને બનાવોમાં અકસ્માત મોત (Accidental Death) હેઠળ ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    બેફામ AMTS બસની એક્ટિવાને જોરદાર ટક્કર, CCTV:મોત જોઈને યુવતીની ચીસ નિકળી ગઈ, ઉપરથી ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું, મોપેડ ફસાઈ ગયું
    Next Article
    GIDC-2 માં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ::જૂનાગઢ GIDC માં પ્લાસ્ટિકના કારખાનામાં શોર્ટ સર્કિટથી ભભૂકી આગ; ઉદ્યોગકારોની સુરક્ષા માટે GIDC માં અલાયદા ફાયર સ્ટેશનની માગ તેજ થઈ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment