Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ભાજપની પાર્લામેન્ટરી ન મળી, આજે બેઠક બાદ રાત્રે નામ જાહેર થવાની વકી

    11 hours ago

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે 76 બેઠકો પર 1434 દાવદારોની સ્ક્રુટીની પ્રકિયા હાથ ધરાશે. જેમાં બુધવારે સાંજે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હવે ગુરુવારે સવારે મળશે તેવું જાહેર કરાયું છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ મોડી રાતે ઉમેદવારોના નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ભાજપના પ્રદેશ નિરીક્ષકોની ટીમે ગત 1 એપ્રિલે સેન્સ પ્રક્રિયા યોજી હતી. જેમાં 19 વોર્ડની 76 બેઠકો પર 1434 દાવેદારોએ ઉમેદવાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. નિરીક્ષકોની ટીમે બાયોડેટા સાથેની યાદી પ્રદેશ સ્તરે સોંપી હતી. વડોદરામાં સંકલનની બેઠક યોજવાની જગ્યાએ મંગળવારે સાંજે વડોદરા સંગઠનની ટીમ અને ધારાસભ્યોને ગાંધીનગરથી તેડું આવ્યું હતું. જ્યાં રાત્રે 3 વાગ્યા સુધી ચાલેલી બેઠકમાં વોર્ડ દીઠ પેનલ નક્કી કરાઇ હતી. ગાંધીનગરમાં બુધવારે સવારથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અલગ અલગ જિલ્લા અને શહેરોની દાવેદારોની યાદી પર ચર્ચા કરાઈ હતી. વડોદરા શહેરના સંગઠન અને ધારાસભ્યોને સાંજે બેઠક યોજાશે તેવી જાણકારી અપાઈ હતી. જોકે સાંજે પ્રદેશથી ગુરુવારે સવારે 9.30 આગે ગાંધીનગર હાજર રહેવા સૂચના અપાઈ હતી. બોર્ડની બેઠકમાં બપોર સુધી ચર્ચા થશે અને ત્યારબાદ મોડી રાત સુધી ઉમેદવારોના નામોની જાહેરાત થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ભાજપ તબક્કાબાર બેઠકો જાહેર કરે તેવી પણ શક્યતાઓ છે. નિયમો તોડી પૂર્વ કાઉન્સિલરોના પરિવારજનોને ટિકિટ અપાય તેવી પણ શક્યતા ઉજાગર થઇ પાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રદેશ મોવડી તરફથી જાહેર કરાયેલા નિયમો મુજબ ઉમેદવારોની યાદીમાં 60 પ્લસની વયમર્યાદા, ત્રણ ટર્મ અને પરિવાર વાદને જાકારો આપવામાં આવશે તેવી સ્પષ્ટ વાત કહેવાય છે. પરંતુ જાણવા મળ્યું છે કે સંકલનની બેઠકમાં ચર્ચાએ નામ પૈકી 8થી 10 નામો એવા મુકાયા છે કે જેમાં પૂર્વ કાઉન્સિલરોના પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધુ અથવા નજીકના સંબંધી હોય. હવે આ નામોને મંજૂરી અપાશે કે કેમ તે યાદી આવ્યા પછી બહાર આવશે. 11 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, છેલ્લી ઘડીએ ઉમેદવારીપત્રો ભરવા દોડધામ થઇ શકે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગુરુવારે પૂર્ણ થશે અને ત્યારબાદ મોડી રાત્રે નામોની એક યાદી જાહેર થાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ વિવાદ ન થાય તેવી બેઠકો પર નામોની પહેલી યાદી જાહેર કરાઈ છે. ગુરુવારે બાકીની બેઠકો જાહેર કરે તેવી શક્યતાઓ છે. જો બંને પક્ષો ગુરુવારે યાદી જાહેર કરશે તો આગામી 10 અને 11 તારીખે ફોર્મ ભરવા ઉમેદવારોની લાઈનો લાગશે.
    Click here to Read More
    Previous Article
    પાલિકાની ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ:પોલીસનું ‘ઓપરેશન ક્લિન’ શરૂ, ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગથી લોકશાહીના પર્વની તૈયારી
    Next Article
    શાકભાજી-ડિઝાઇનર છોડથી ઘરનો દરેક ખૂણો સજાવ્યો:300થી વધુ છોડ વાવી પૂર્વ શિક્ષિકા અલ્પા શાહે ઘરને મિનિ ફોરેસ્ટ બનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment