Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ઉમેદવારી પ્રક્રિયા સુસ્ત, ત્રીજા દિવસે પણ શૂન્ય નોંધણી.:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ફોર્મ ઉપાડવામાં ઉત્સાહ, પણ નોંધણીમાં વિલંબ

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માટે ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયાના ત્રીજા દિવસે પણ એકપણ ઉમેદવારી નોંધાઈ નથી. બપોરે 3 વાગ્યા સુધી કોઈ ઉમેદવારે સત્તાવાર રીતે ઉમેદવારી પત્ર ભર્યું ન હતું, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 35થી વધુ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 135થી વધુ ફોર્મ અને નગરપાલિકાની 44 બેઠકો માટે 130થી વધુ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. આ આંકડા ચૂંટણીમાં તીવ્ર સ્પર્ધાની સંભાવના દર્શાવે છે. ફોર્મ ઉપાડ્યા પછી પણ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં વિલંબ થવા પાછળ રાજકીય પક્ષોમાં ટિકિટ વહેંચણી, આંતરિક ગોઠવણો અને અંતિમ સમીકરણો પૂર્ણ ન થયા હોવાનું મનાય છે. જેના કારણે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. વિશ્લેષકોના મતે, દરેક ચૂંટણીની જેમ આ વખતે પણ અંતિમ દિવસોમાં જ ઉમેદવારી નોંધાવાનો ધસારો વધશે અને રાજકીય ચિત્ર સ્પષ્ટ બનશે. ખાસ કરીને મોટા પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી જ નોંધણી પ્રક્રિયામાં તેજી આવવાની શક્યતા છે. આ સ્થિતિ દર્શાવે છે કે ભલે હાલ મેદાન શાંત લાગે, પરંતુ અંદરખાને રાજકીય ચકચાર અને ગોઠવણો જોરશોરથી ચાલી રહી છે. હવે સૌની નજર અંતિમ દિવસો પર ટકી છે, જ્યાંથી ચૂંટણીનું સાચું ચિત્ર સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    વોર્ડ 12માં ગંદા પાણી મુદ્દે સ્થાનિકોનો હોબાળો:રાજકોટમાં કોંગ્રેસે શાસકોની નિષ્ફળતા ગણાવી વિરોધ કર્યો, ભાજપનાં પૂર્વ મેયરે ઉંદરોને જવાબદાર ગણાવ્યા
    Next Article
    ગાંધીનગર GIDCમાંથી ઇમ્પોર્ટેડ દારૂનું મીની ગોડાઉન ઝડપાયું:એસઓજી પોલીસે 37 લાખની મોંઘીદાટ 972 બોટલો જપ્ત કરી, અમદાવાદના કુબેરનગર વિસ્તાર સાથે ગોડાઉનનું કનેક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment