Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર GIDCમાંથી ઇમ્પોર્ટેડ દારૂનું મીની ગોડાઉન ઝડપાયું:એસઓજી પોલીસે 37 લાખની મોંઘીદાટ 972 બોટલો જપ્ત કરી, અમદાવાદના કુબેરનગર વિસ્તાર સાથે ગોડાઉનનું કનેક્શન

    8 hours ago

    જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ સેક્ટર-28 GIDC વિસ્તારમાં દરોડો પાડી એક બંધ ગોડાઉનમાંથી ₹37.75 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચૂંટણી પૂર્વે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ઇમ્પોર્ટેડ બ્રાન્ડની કુલ 972 બોટલો મળી આવી છે. સેક્ટર-28 GIDCમાં ઇમ્પોર્ટેડ દારૂનું મસમોટું નેટવર્ક ચૂંટણીઓના માહોલ વચ્ચે રાજ્યમાં દારૂબંધીના કડક અમલની સૂચનાઓ હોવા છતાં ગાંધીનગરના સેક્ટર-28 GIDCમાં ઇમ્પોર્ટેડ દારૂનું મસમોટું નેટવર્ક ધમધમી રહ્યું હતું. SOG પીઆઈ એચ.આઈ. ભાટીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ટાટા મોટર્સના શોરૂમની પાછળ આવેલ 'MYKLATICRETE TILE STONE Installation Solutions' નામના બંધ ગોડાઉનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરાયો છે. આશ્ચર્યજનક રીતે, આટલા મોટા પાયે ચાલતી પ્રવૃત્તિ અંગે સ્થાનિક પોલીસ સંપૂર્ણપણે અજાણ હતી. મોંઘીદાટ બ્રાન્ડની કુલ 972 બોટલો જપ્ત કરી પોલીસે પ્લોટ નં. 507 પર પહોંચી શટરના તાળા તોડી તપાસ કરતા અંદરથી ઇમ્પોર્ટેડ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 81 પેટીઓ મળી આવી હતી. આ જથ્થામાં જેમસન આઈરીશ વ્હિસ્કી, એબ્સોલ્યુટ વોડકા, જોની વોકર રેડ લેબલ, ડ્યુઅર્સ અને ગ્રે ગુઝ જેવી મોંઘીદાટ બ્રાન્ડની કુલ 972 બોટલોનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પૈકીની અમુક બોટલોની કિંમત ₹7,000 આસપાસ છે. મીની ગોડાઉનનું કનેક્શન કુબેરનગર સાથે આ અંગે પીઆઈ ભાટીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ, આ મીની ગોડાઉનનું કનેક્શન અમદાવાદના કુબેરનગર સાથે હોવાનું ખૂલ્યું છે. આટલી મોટી માત્રામાં ઇમ્પોર્ટેડ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને તે કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં હાલ પોલીસ દ્વારા સઘન તપાસ તેજ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ઉમેદવારી પ્રક્રિયા સુસ્ત, ત્રીજા દિવસે પણ શૂન્ય નોંધણી.:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ફોર્મ ઉપાડવામાં ઉત્સાહ, પણ નોંધણીમાં વિલંબ
    Next Article
    7,88,000 Passengers Travelled To India From Middle East Since Feb 28: Foreign Ministry

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment