Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીએ ટેરેસ પરથી છલાંગ લગાવીને આપઘાત કર્યો:દવા લેવાનું કહેતા અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું, મૃતદેહને પીએમમાં ખસેડાયો

    4 days ago

    વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મહાનગર વુડાના મકાનમાં રહેતી 18 વર્ષીય યુવતીએ ટેરેસ પરથી પડીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ ટેરેસ પરથી પડીને આત્મહત્યા કરી આ ઘટનામાં મૃતક યુવતીનું નામ શ્રુતિ મનોજભાઈ ટેકલે (ઉંમર 18 વર્ષ) તરીકે સામે આવ્યું છે. આ ઘટનામાં યુવતી કેટલાક સમયથી બીમારીથી પીડાતી હતી. તેને દવા લેવાનું કહેવાતું હતું, ત્યારે તેણે આ દુઃખદ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વાડી પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, આ સાથે પોલીસે યુવતીના મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. અકસ્માતે મોતનો ગુનો નોંધાયો આ મામલે વાડી પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવતીએ કરેલી આત્મહત્યા પાછળનું મૂળ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    હજારો વાહન ચાલકો માટે રાહતના સમાચાર:બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે બંધ કરાયેલો અકોટા દાંડિયા બજાર બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો
    Next Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે 165 ઉમેદવારી ફોર્મ ભરાયા:મનપા 16, ન.પા 9, જિ.પં 35 અને તા.પંમાં 105 ફોર્મ, જાફરાબાદ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 13 ફોર્મ ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment