Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે 165 ઉમેદવારી ફોર્મ ભરાયા:મનપા 16, ન.પા 9, જિ.પં 35 અને તા.પંમાં 105 ફોર્મ, જાફરાબાદ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 13 ફોર્મ ભરાયા

    8 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને રાજ્યભરમાં વિવિધ સ્તરે નોંધપાત્ર હલચલ જોવા મળી રહી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમામ સ્તરે અત્યાર સુધી ભરાયેલા ફોર્મના વિગતવાર આંકડા સામે આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા ચૂંટણીમાં સૌથી વધુ 9 ફોમ ભરાયા રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં મળીને કુલ 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તેમાં અમદાવાદમાં 3, મોરબીમાં સૌથી વધુ 9, નડિયાદમાં 2 અને સુરતમાં 2 ફોર્મ નોંધાયા છે, જ્યારે ભાવનગર, ગાંધીધામ, જામનગર, કરમસદ-આણંદ, મહેસાણા, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા અને વાપી જેવી મહાનગરપાલિકાઓમાં હજી સુધી એકપણ ફોર્મ ભરાયું નથી. નગરપાલિકા ચૂંટણીમાં 9 ઉમેદવારી ફોર્મ ભરાયા રાજ્યના અનેક જિલ્લાઓની નગરપાલિકાઓમાં મળીને કુલ 9 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તેમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં 2, આણંદ જિલ્લાના બોરસદમાં 4, ગાંધીનગર જિલ્લાના કલોલમાં 1 તેમજ મહેસાણા જિલ્લાના ઉંઝા અને વિજાપુરમાં 1-1 ફોર્મ નોંધાયા છે. બાકીની તમામ નગરપાલિકાઓમાં હજી સુધી ઉમેદવારી નોંધાઈ નથી, જે દર્શાવે છે કે આ સ્તરે પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. જિલ્લા પંચાયત ચૂંટણીમાં 35 ઉમેદવારી ફોર્મ ભરાયા રાજ્યના તમામ જિલ્લાઓમાં મળીને જિલ્લા પંચાયત સ્તરે કુલ 35 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ 7 ફોર્મ નોંધાયા છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં 5 અને ગાંધીનગરમાં 3 ફોર્મ ભરાયા છે. ભાવનગર, રાજકોટ, નવસારી અને જુનાગઢમાં 2-2 ફોર્મ નોંધાયા છે, જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, બોટાદ, દાહોદ, જામનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વાવ-થરાદમાં 1-1 ફોર્મ નોંધાયા છે. અન્ય જિલ્લાઓમાં હજી સુધી કોઈ ઉમેદવારી નોંધાઈ નથી. જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ 13 ફોર્મ ભરાયા તાલુકા પંચાયત ચૂંટણીમાં કુલ 105 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ 13 ફોર્મ નોંધાયા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં 6 અને ઉપલેટામાં 4 ફોર્મ ભરાયા છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 6 ફોર્મ નોંધાયા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 4, અમરેલીના લિલિયા અને સાવરકુંડલામાં 4-4, સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં 3 તેમજ અમદાવાદના સાણંદ અને જામનગર તાલુકામાં 3-3 ફોર્મ નોંધાયા છે. અન્ય અનેક તાલુકાઓમાં 1-2 ફોર્મ નોંધાયા છે, જ્યારે ઘણા તાલુકાઓમાં હજી સુધી કોઈ ઉમેદવારી નોંધાઈ નથી. તાલુકા પંચાયત ચૂંટણીમાં સૌથી વધુ ઉત્સાહ અને સ્પર્ધા જોવા મળી આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે તાલુકા પંચાયત સ્તરે સૌથી વધુ ઉત્સાહ અને સ્પર્ધા જોવા મળી રહી છે, જ્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકા સ્તરે હજી ઉમેદવારી પ્રક્રિયા ધીમી ગતિએ આગળ વધી રહી છે. ચૂંટણીની તારીખ નજીક આવતા ઉમેદવારી ફોર્મ ભરવાની ગતિમાં તેજી આવવાની સંભાવના છે અને આગામી દિવસોમાં તમામ સ્તરે આ આંકડામાં મોટો વધારો નોંધાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    યુવતીએ ટેરેસ પરથી છલાંગ લગાવીને આપઘાત કર્યો:દવા લેવાનું કહેતા અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું, મૃતદેહને પીએમમાં ખસેડાયો
    Next Article
    Know Your City: From elephant dung trains to Rs 8,000 mini cars, inside Bengaluru’s most passionate hobby club

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment