Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસની આજે બીજી યાદી જાહેર નહીં થાય:નેતાઓને ટિકિટ માટેના લોબિંગથી દૂર રાખવા ગુપ્ત સ્થળે બેઠક, મોડી રાતથી વહેલી સવાર સુધી ઉમેદવારોના નામ પર મંથન

    10 hours ago

    આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થવાની શક્યતા નહિવત જોવા મળી રહી છે. પહેલી યાદીમાં કોંગ્રેસે 243 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં મનપાના જ ઉમેદવારોના કેટલાક નામ જાહેર કરવામાં આવ્યા હતા. બાકી રહેલા ઉમેદવારોના નામને લઈને આજે પ્રદેશ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. રાજીવ ગાંધી ભવનને બદલે અન્ય ગુપ્ત સ્થળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાતથી શરૂ થયેલી આ બેઠક વહેલી સવાર સુધી ચાલવાની છે. ઉલ્લેખનીય છે કે, નેતાઓ પોતાના નજીકના લોકોને ટિકિટ આપવા માટે આવી જતા હોવાથી ગુપ્ત સ્થળ પર બેઠક રાખવામાં આવી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોના નામને લઈને ચર્ચા થયા બાદ આખરી મહોર લગાવવામાં આવશે. જેથી આવતીકાલે કોંગ્રેસની બીજી યાદી જાહેર થવાની શક્યતા છે. ગત 5 એપ્રિલે કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી ગત 4 એપ્રિલે પ્રદેશ સહ પ્રભારી બી.વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કાર્યકારી અધ્યક્ષ સાથે બેઠક બાદ પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા ગત 5 એપ્રિલે સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં જામનગર, ભાવનગર, સુરત, મોરબી, રાજકોટ, વડોદરા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી યાદીમાં નિર્વિવાદિત બેઠક પરના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તેમાં માત્ર મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નહોતા. આજે દાવેદારો ઉમટે નહીં તે માટે ગુપ્ત સ્થળે બેઠક હવે 11 એપ્રિલના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જેના કારણે ઉમેદવારોના નામ પર આખરી મહોર લગાવવામાં આવશે. જે માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વની બેઠક બોલાવી છે. ગત 4 એપ્રિલે રાજીવ ગાંધી ભવન ખાતે રાત્રે 2 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જોકે, આજે કોઈ દાવેદારો ઉમટે નહીં તે માટે ગુપ્ત સ્થળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાતથી શરૂ થનારી બેઠક વહેલી સવાર સુધી ચાલવાની છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજાવાની છે. જેમાં શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખો પણ ઉપસ્થિત રહેવાના છે. ઓબ્ઝર્વરને હાજર રહેવા ખાસ સૂચના આ બેઠકમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં મૂકવામાં આવેલા ઓબ્ઝર્વરને પણ હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પણ અમુક વોર્ડમાં જ પેનલ જાહેર કરવામાં આવી છે. 32 વોર્ડમાં જ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેથી અન્ય વોર્ડમાં શહેર સમિતિ દ્વારા ફાઈનલ કરવામાં આવેલા ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્સ પ્રક્રિયામાં મૂકેલા 14 ઓબ્ઝર્વરને પણ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આજની બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે પણ ઉમેદવારોના નામ પર આખરી મહોર લગાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના રાજકારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ ઘટ્યું:એક સમયે પાલિકામાં 10 થી 12 સભ્યો પારસીઓ હતા; 'માઈક્રો માઈનોરિટી' માટે સ્પેશિયલ સીટની માંગ ઉઠી
    Next Article
    Huge losses after Unseasonal rains in Gandhinagar | કમોસમી વરસાદે ભયાનક તબાહી ફેલાવી | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment