Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટે બે આરોપીઓની આજીવન કારાવાસની સજા રદ્દ કરી:મૃતકે આરોપીની બહેનના લગ્ન નક્કી કરાવ્યા અને સામે પક્ષે યુવકના ચોથા લગ્નની વાત છૂપાવ્યાનો આક્ષેપ

    12 hours ago

    વર્ષ 2013માં બોટાદની સેશન્સ કોર્ટ દ્વારા બે આરોપીઓને હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે બંને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગુનાને સાંકળતી ઘટનાઓની ચેઇન સાબિત કરવામાં અને શંકા રહિત કેસ સાબિત કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે સેશન્સ કોર્ટના હુકમની રદ કરવામાં આવે છે. ધીરુભાઈ આરોપીની બહેનના લગ્ન નક્કી કરાવ્યા હતા આ કેસને વિગતે જોતા બે આરોપીઓ પૈકી એક આરોપીની બહેનના લગ્ન પ્રવીણભાઈ નામના વ્યક્તિ જોડે નક્કી થયા હતા. આ સગુ કરાવનાર વ્યક્તિ ધીરુભાઈ હતા. ધીરુભાઈએ આરોપીને કહ્યું હતું કે પ્રવીણભાઈના આ બીજા લગ્ન છે. જો કે આરોપીને માહિતી મળી હતી કે પ્રવીણભાઈના આ બીજા નહીં, પરંતુ ચોથા લગ્ન છે. જેને લઇને આરોપીએ મૃતક પ્રત્યે દ્વેષ રાખ્યો હતો. આરોપીએ ધીરુભાઈ પર છરીથી હુમલો કર્યો હતો આરોપીએ મૃતક ધીરુભાઈને ગઢડા બોલાવ્યા હતા. જ્યાં છરી લઈને મૃતક ઉપર તૂટી પડતા મૃતકને છાતી અને પેટમાં છરી વાગતા ઘટના સ્થળે જ ધીરુભાઈનું મૃત્યુ થયું હતું. જે સંદર્ભે બોટાદ પોલીસ મથકે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. બોટાદ સેશન્સ કોર્ટે 24 સાહેદ અને 24 જેટલા પુરાવાને આધારે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સાહેદોએ છરી મારતા આરોપીઓને જોયા નથી અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં સાંયોગિક પુરાવાને આધારે અરજદારને આજીવન કેદની સજા કરવામાં આવી છે. સાહેદોએ છરી મારતા આરોપીઓને જોયા નથી. મુદ્દા માલની રિકવરી પણ શંકાસ્પદ છે. ગુનાને સાંકળતી ઘટનાઓની ચેઇન અખંડ નથી. સરકારી વકીલે સામે દલીલ કરી હતી કે આરોપીઓએ બનાવ બન્યાનો અને ઘટનાસ્થળ અંગે કોઈ વિવાદ ઉપાડ્યો નથી. હાઈકોર્ટે બોટાદ કોર્ટનો ચુકાદો રદ્દ કર્યો ફરી ગયેલા સાહેદો અને આરોપી એક જ ગામના રહેવાસી છે. તે આરોપીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. હત્યા કર્યા બાદ આરોપીઓ ચોટીલાની ધર્મશાળામાં રોકાયા હતા. છરી પરથી મૃતકનું બ્લડ ગ્રુપ પણ મળી આવ્યું હતું. જો કે કોર્ટે કહ્યું હતું કે ઘટનાને સાંકળતી ચેઇન પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નીવડ્યું છે. તેમજ આરોપ શંકાથી પરે સાબિત થઈ શક્યો નથી. ત્યારે બોટાદ કોર્ટનો ચુકાદો રદ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપનો આરોપ- કોલકત્તા રેપ મર્ડરની પીડિતાની મા સાથે દુર્વવ્યહાર:પ્રચાર દરમિયાન હુમલાની કોશિશ; મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી
    Next Article
    દીપેન દવે બાર કાઉન્સિલ ચૂંટણીમાં ત્રીજીવાર વિજેતા:સુરેન્દ્રનગરના ધારાશાસ્ત્રીનો સતત વિજય, સન્માન સમારોહ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment