Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેનીબેન ઠુમ્મર જ્ઞાતિવાદ કરતા હોવાનો પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ:કહ્યું- પાટીદારને ટિકિટ અપાવવા રાજકોટના ફાર્મહાઉસમાં રાદડિયાની હાજરીમાં બેઠક થઈ, પ્રભારી પર ખોટો આરોપ: કોંગ્રેસના ઉમેદવાર

    14 hours ago

    રાજકોટ શહેર કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ઘડાયો છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે 40 ઉમેદવાર સાથેની કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી હતી. ત્યારે હવે વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટરે પ્રભારી જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદનો આક્ષેપ કર્યો છે. ઘનશ્યામસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, શૈલેષ રુપાપરાને ટિકિટ અપાવવા માટે કુવાડવા રોડ પર ફાર્મ હાઉસમાં બેઠક મળી હતી. જેમાં જેનીબેન ઠુમ્મ્મર અને ભાજપના ધારાસભ્ય જેયશ રાદડિયા પણ હાજર હતા. જો કે આ સમગ્ર મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રુપાપરાએ કહ્યું કે ખોટા આરોપ લગાવ્યા છે. 'જેનીબેન ઠુંમરે ટિકિટ ફાળવણીમાં જ્ઞાતિવાદ કર્યો' ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટના પ્રભારી જેનીબેન ઠુંમર જ્ઞાતિવાદ કરી રહ્યા છે. પ્રભારી માટે દરેક જ્ઞાતિના લોકો એક સમાન હોવા જોઈએ. પરંતુ પ્રભારીએ જ્ઞાતિવાદ કરી ટિકિટ ફાળવણી કરી છે. કુવાડવા રોડ પર ફાર્મ હાઉસમાં જેનીબેન અને પાટીદાર સમાજ ભેગો થયો હતો. જેમાં જયેશભાઈ રાદડિયા પણ આવેલા હતા. આ ફાળવણી બધી ત્યાંથી નક્કી થઈ હતી. બેઠક મળી હતી જેમાં આ ફાળવણી કરવામાં આવી છે.ખરે ખર જેનીબેને આ ન કરવું જોઈએ. આ લોકોએ જ્ઞાતિવાદ ખરેખર ન જેનીબેને ન કરવો જોઈએ. ઘનશ્યામસિંહે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક નેતાને ટિકિટ ફાળવવી જોઈએ. વર્ષ 2015માં હું આ વિસ્તારમાં ચૂંટણી લડી વિજેતા બન્યા હતો અને ત્યારથી સતત લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે. કોર્પોરેટર હતા ત્યારે અને ન હતો ત્યારે પણ છેલ્લા 5 વર્ષ લોકોની વચ્ચે રહીને કામ કર્યાં છે. લોકો પણ એવું ઈચ્છે છે કે પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવે પરંતુ હવે પક્ષનો જે નિર્ણય છે તેને માન્ય રાખી અમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મહેનત કરીશું. હું કોંગ્રેસ પક્ષમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. મારી નારાજગી માત્ર જેનીબેન ઠુંમર સામે છે કારણ કે તેમને ગ્રાઉન્ડ રિયાલિટી જાણ્યા વગર ઉમેદવાર પસંદગીમાં જ્ઞાતિવાદ કર્યો છે. ઘનશ્યામસિંહના સમર્થમાં લોકોએ નારા લગાવ્યા ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી શકે છે. એ પહેલા વોર્ડ નંબર 17માં હસનવાડી વિસ્તારમાં 25થી 30 લોકો એકઠા થઈ ઘનશ્યામસિંહને ટિકિટ આપોના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે પ્રથમ યાદીમાં વોર્ડ નંબર 17ના 3 ઉમેદવાર જાહેર કર્યાં હતા. જેમાં ગાયત્રીબેન ભટ્ટ, યોગીતાબા જાડેજા અને શૈલેષ રૂપાપરાને ઉમેદવાર જાહેર કરાયા હતા, હવે માત્ર એક OBC બેઠક પર ઉમેદવાર જાહેરાત બાકી છે. વોર્ડ નંબર 17ના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રૂપાપરાએ જણાવ્યું હતું કે, ઘનશ્યામસિંહ જાડેજા મારા ભાઈ સમાન છે. વર્ષ 2015માં મારી સાથે જ ચૂંટણી લડાવ્યા હતા અને00 જીત્યા હતા. જ્યારે વર્ષ 2021ની ચૂંટણીમાં OBC સીટમાં ઘનશ્યામસિંહને ટિકિટ આપી હતી. આ વખતે વોર્ડ નંબર 17માં ક્ષત્રિય સમાજમાંથી પાર્ટીએ યોગીતાબા જાડેજાને ટિકિટ આપી છે. એટલે કોંગ્રેસે અમારા પાટીદાર સમાજને વોર્ડ નં 6, 13 અને 16માં ટિકિટ આપી નથી. અમે તો નારાજ થયા નથી. જેનીબેન ઠુંમ્મર પર ખોટા આરોપ લગાવ્યા છે. પાટીદાર સમાજના મતદારો વધુ હોવાથી દર ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે જ છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 'આપ'ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા:જિલ્લા-તાલુકા પંચાયત બેઠકો માટે, શિક્ષણ-બેરોજગારી મુખ્ય મુદ્દા
    Next Article
    વડોદરામાં વલ્લભાચાર્યજીનો 549મો ભવ્ય પ્રાગટ્ય મહોત્સવ:કારેલીબાગ હવેલીથી નીકળશે વિશાળ શોભાયાત્રા, સ્વામિનારાયણ ગ્રાઉન્ડમાં ધર્મસભા અને દિવ્ય મનોરથ દર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment