Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ નગરપાલિકાના ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો સ્લેબ તૂટ્યો:ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્ક મોપેડ પર કાટમાળ પડ્યો, મોટી જાનહાનિ ટળી; પાલિકા સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવશે

    14 hours ago

    વલસાડ શહેરમાં નગરપાલિકા સંચાલિત ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો એક સ્લેબ મંગળવારે મોડી રાત્રે અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલું એક મોપેડ કાટમાળ નીચે દબાઈ જતાં તેને વ્યાપક નુકસાન થયું હતું. જોકે, રાત્રિનો સમય હોવાથી કોઈ વ્યક્તિ હાજર ન હતી, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી. 30થી 40 વર્ષ જૂનું બિલ્ડિંગ અત્યંત જોખમી આ શોપિંગ સેન્ટર અંદાજે 30 થી 40 વર્ષ જૂનું છે અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. પ્રાથમિક તપાસ મુજબ, છતમાંથી પાણી ઉતરવાને કારણે લોખંડના સળિયામાં કાટ લાગી ગયો હતો, જેના કારણે ગેલેરીનો સ્લેબ નમી પડ્યા બાદ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કાઉન્સિલર હિતેશ ભંડારીએ સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી હતી. તમામ સેન્ટરોનું સ્ટ્રક્ચરલ ઓડિટ થશે આ દુર્ઘટના બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. પાલિકાએ નિર્ણય લીધો છે કે તેના હસ્તકના તમામ શોપિંગ સેન્ટરોનો 'સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ' તૈયાર કરવામાં આવશે. સમારકામ: જે બિલ્ડિંગો રિપેર કરી શકાય તેવી સ્થિતિમાં હશે, તેનું ત્વરિત સમારકામ કરવામાં આવશે. ડિમોલિશન: જે ઇમારતો અત્યંત જોખમી અને રહેવા કે વેપાર કરવા લાયક નથી, તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાશે. ભાડુઆતોને સહકાર આપવા અનુરોધ નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરના તમામ દુકાનદારો અને ભાડુઆતોને અપીલ કરવામાં આવી છે કે, જો બિલ્ડિંગ જોખમી જણાય તો તેને ખાલી કરવામાં અથવા રિપેરિંગની કામગીરીમાં પાલિકાને પૂરતો સહયોગ આપે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને કારણે કોઈ નિર્દોષનો જીવ ન જાય તે માટે આ પ્રકારની કડક કામગીરી અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    AAPએ ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી:કોંગ્રેસનું બીજુ લિસ્ટ જાહેર થઈ શકે, ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો બીજો દિવસ
    Next Article
    દુર્ઘટના:રેલવે કોલોનીમાં ઝાડીઓમાં આગ, લાકડાના જથ્થામાં પ્રસરતાં દોડધામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment