Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે

    6 days ago

    મ હેન્દ્રભાઈ અને મનિષાબહેનની જિંદગીમાં પંદર વર્ષથી પાનખર ચાલતી આવતી હતી તેમાં ફક્ત એક ફોન વડે વસંતઋતુ બેસી ગઈ. ફોન ‘યશોમતિ મહિલા સંરક્ષણ સમાજ’ નામની સંસ્થામાંથી આવ્યો હતો. સંસ્થાનાં ગૃહમાતા વનલીલાબહેન ફોનલાઈનમાં સામા છેડા પરથી બોલતાં હતાં, ‘મહેન્દ્રભાઈ, ચોવીસ કલાકની અંદર તમે અને તમારાં પત્ની સંસ્થાની ઓફિસ પર આવી જજો. ત્રણ વર્ષ પહેલાં તમે બાળકને દત્તક લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, આજે તમારો નંબર લાગ્યો છે. તમે આવો ત્યારે તમારી ઓળખના પુરાવા સાથે લેતા આવજો. ઉપરાંત દીકરા માટે…’ વનલીલાબહેન સાથે લઈ જવાની ચીજવસ્તુઓની યાદી લખાવ્યે જતાં હતાં, મહેન્દ્રભાઈ યંત્રવત્ એ બધું કાગળ પર ટપકાવી રહ્યા હતા. એમનો હાથ કામ કરતો હતો, મન તો ક્યારનુંયે એક ન જોયેલા નવજાત શિશુની પાસે દોડી ગયું હતું. કેમ ન દોડી જાય? લગ્નના પ્રથમ બે વર્ષ તો નીકળી ગયાં આશામાં, અપેક્ષામાં, ધીરજભરેલી ધારણામાં કે આ મહિને સંકેત મળશે, આવતા મહિને ભાગ્યનાં બંધ કમાડ ખુલશે, એ પછીના મહિને રન્નાદે રીઝશે. બે વર્ષ પછી ડોક્ટર પાસે ગયા. વધુ ધક્કા ખાવાની જરૂર ન પડી. પહેલા જ ડોક્ટરે પહેલી મુલાકાતમાં મહેન્દ્રભાઈનો રિપોર્ટ કરાવ્યો અને બીજી મુલાકાતમાં જણાવી દીધું, ‘કોઈ પણ સંજોગોમાં ગર્ભ રહેવાની સંભાવના નથી, સિવાય કે…’ આ ‘સિવાય કે’ની શક્યતા મનિષાબહેનને મંજૂર ન હતી. બંનેએ સંતાનપ્રાપ્તિનાં બારણાં વાસી દીધાં. બીજાં દસ વર્ષ પસાર થઈ ગયાં. લગ્ન પછી કુલ બાર વર્ષ થયાં. બાર વર્ષ એટલે એક તપ જેટલો સમય. એ પછી પુન: મનિષાબહેનના હૈયામાં ધરબાયેલી મા બનવાની ઝંખના જોર કરવા લાગી. મહેન્દ્રભાઈ અને મનિષાબહેન મને મળવા આવ્યાં. મેં એમને સલાહ આપી, ‘તમે સંતાનને દત્તક લેવાનું શા માટે નથી વિચારતા? તમારી ઉંમર વધતી જાય છે. કાયદાનુસાર એક ચોક્કસ ઉંમર પછી તમને બાળક દત્તક તરીકે પણ નહીં મળી શકે. જે કરવું હોય તે અત્યારે જ કરી લો.’ બાળકને એડોપ્ટ કરવાની વિધિ હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે. લાંબું વેઈટિંગ લિસ્ટ ચાલતું હોય છે. ભાગ્ય સારું હોય તો જ વહેલો નંબર લાગે. બંનેએ રજીસ્ટ્રેશન કરાવી લીધું. હવે શરૂ થયો લાંબો સમય. ત્રણ વર્ષ ત્રણ દાયકા જેવા બની રહ્યા. અને આજે સંસ્થામાંથી ગૃહમાતાનો ફોન આવ્યો, ‘ચોવીસ કલાકમાં આવી જજો.’ પતિ-પત્નીના મુરઝાયેલા ચહેરાઓ ખીલી ઊઠ્યા. સંસ્થામાં જતાં પહેલાં પતિ-પત્ની મને મળવા માટે આવ્યાં. સાચી સલાહ આપવા બદલ આભાર માન્યો, પછી મહેન્દ્રભાઈએ એક અઘરો પ્રશ્ન પૂછ્યો, ‘સાહેબ, આ બાળકના સંસ્કાર કેવા હશે? એની ન્યાત-જાત? એનાં મા-બાપ? આ બધું અમને જાણવા મળે?’ ‘ના. હું જાણું છું ત્યાં સુધી સંસ્થાના ગૃહમાતાની ફાઈલમાં આ બધી માહિતી લખાયેલી હશે, પણ એ તમને જણાવશે નહીં. તમારે આ બધું જાણવાનો આગ્રહ છોડી દેવો જોઈએ. એ દીકરાની ન્યાત-જાત હવે તમારી ન્યાત-જાત જ બની જશે. એનાં મા-બાપ પણ તમે જ. એના સંસ્કાર જેવા તમે આપશો તેવા.’ એ બંનેએ જીદ કરી કે મારે પણ તેમની સાથે જવું. મારી ઓ.પી.ડી. પતાવીને બપોરના દોઢ વાગે અમે સંસ્થામાં જઈ પહોંચ્યાં. બધી કાગઝી કાર્યવાહી પૂર્ણ કરી. મોં મીઠાં કરાવ્યાં. દીકરો મનિષાબહેનના ખોળામાં મૂક્યો. મહેન્દ્રભાઈ અને મનિષાબહેન દીકરાને લઈને કારમાં બેઠાં. હું થોડી વાતચીત કરવા માટે ઓફિસમાં રોકાયો. મેં બાળકના કુળ કે મૂળ વિશે તો કંઈ પૂછ્યું નહીં પણ વાત-વાતમાં વનલીલાબહેન આટલું બોલી ગયાં, ‘આ દીકરો કુંવારી માતાનું સંતાન છે. યુવતી ખૂબ રૂપાળી છે. દીકરો મા પર ગયો છે. જુવાન છોકરીઓ કેવી ભૂલ કરી બેસે છે? આ દીકરાનો બાયોલોજીકલ પિતા દૂધનો વ્યવસાય કરે છે. રોજ સવારે ને સાંજે દૂધ આપવા માટે જે પરિવારમાં જતો હતો ત્યાંની રૂપાળી જુવાન છોકરીની સાથે... એમાં યુવતી પ્રેગ્નન્ટ થઈ ગઈ. પછી એને ખબર પડી કે પેલો તો પરણેલો હતો. આ બધી ચોખવટ થતાં સુધીમાં પ્રેગ્નન્સી સાત મહિનાની થઈ ચૂકી હતી. છેવટે પૂરા મહિને એક ખાનગી મેટરનિટી હોમમાં એ યુવતીએ આ દીકરાને જન્મ આપ્યો અને…’ ‘થેન્ક યૂ, વનલીલાબહેન. તમે ભલે ખુલીને કહ્યું નહીં પણ હું તમારી વાતમાંથી સમજી ગયો કે આ બાળકના પિતાની જ્ઞાતિ કઈ…’ હું મારી ચાલાકી ઉપર પોરસાયો. ‘સાહેબ, તમે તમારા મનમાં ભલે ખાંડ ખાતા હોવ, મેં તમને બાળકના બાયોલોજીકલ ફાધરની જ્ઞાતિ વિશે કંઈ જ કહ્યું નથી, મેં માત્ર એના વ્યવસાય વિશે જ વાત કરી છે. આ દીકરાનો પિતા એ જ્ઞાતિમાંથી આવે છે જેના પૂર્વજો ચાર પેઢી પહેલાં કોઈ બીજા વ્યવસાયમાં હતા, એ ધંધો તેમનો જ્ઞાતિગત ધંધો હતો. પણ છેલ્લી ચાર પેઢીઓથી તે લોકો દૂધ-દહીં અને મીઠાઈ બનાવવાના ધંધામાં છે. ખૂબ સારું કમાયા છે… નામ પણ અને દામ પણ. છોડો એ વાત. આપણે કંદોઈનું કામ છે કે એની મીઠાઈનું?’ વનલીલાબહેને કુશળતાપૂર્વક વાતને વાળી લીધી. હું એમની ઈચ્છા વિરુદ્ધ એમનાં મોંઢામાંથી એક શબ્દ પણ કઢાવી ન શક્યો. મારે તો એ જાણવું હતું કે માતા-પિતાના જીન્સ સંતાનમાં કેટલો ભાગ ભજવે છે? જીનેટિક વારસો વધુ મહત્ત્વનો છે કે માતા-પિતા વડે થયેલો સંતાનનો ઉછેર વધારે અગત્યનો છે? રાજ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘આવારા’ આ થીમ ઉપર જ બનાવવામાં આવી હતી. એક વર્ષ પૂરું થયું. સેલિબ્રેશન પાર્ટીમાં હું પણ શામેલ હતો. પછી એ પરિવારની સાથે સંપર્ક ઓછો થઈ ગયો. બીજાં ચારેક વર્ષ પસાર થઈ ગયાં. એક દિવસ મહેન્દ્રભાઈ અને મનિષાબહેન મને મળવા માટે આવ્યાં. સાથે એમનો પાંચ વર્ષનો લાલો હતો. પાંચ વર્ષનો હતો પણ સાતનો હોય એવો દેખાતો હતો. ઊંચો, મજબૂત, ભરાયેલા બદનવાળો અને લાલબુંદ ચહેરાવાળો. મને વનલીલાબહેનનું વાક્ય યાદ આવી ગયું, ‘એની મા બહુ રૂપાળી હતી.’ મા તો રૂપાળી ઉપરાંત નમણી અને નાજુક પણ હશે. લાલો આ હાઈટ, બોડી અને મજબૂતી ક્યાંથી લાવ્યો હશે? અમારી વાતચીત લીલાની આદતો તરફ વળી ગઈ. ‘સાહેબ, લાલાને ભણવામાં જરા પણ રસ નથી. હજી તો એને કે.જી.માં મૂક્યો છે, પણ આખો દિવસ સ્કૂલમાં તોફાનો જ કર્યા કરે છે. ભારાડી તો એવો છે કે એનાથી બે-ત્રણ વરસ મોટા છોકરાઓને પણ ઢીબી આવે છે.’ મહેન્દ્રભાઈ ગર્વ સાથે કહી રહ્યા હતા. ‘એને તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટીમાં આગળ વધારો. કોઈ શારીરિક સ્પોર્ટ્સ જેવી કે બોક્સિંગ, કુસ્તી, ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટ, કબડ્ડી…’ મેં સલાહ આપી. મહેન્દ્રભાઈના જવાબે મને ચોંકાવી દીધો, ‘એને એક જ રમત રમવી ગમે છે. રોજ સવારે અને સાંજે લાલો એની નાની સાઈકલ પર સવાર થઈને, મમ્મી પાસેથી ડોલચું લઈને, અમારા પડોશીઓનાં ઘરે દૂધ વહેંચવા જાય છે.’ - શીર્ષકપંક્તિ : ગની દહીંવાળા
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:મેડિકલ ડિગ્રી માટે કયા દેશમાં જવાય?
    Next Article
    આઠમી અજાયબી:ધુરંધરના લ્યારીમાં ધબકતું નાનકડું ગુજરાત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment