Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:મેડિકલ ડિગ્રી માટે કયા દેશમાં જવાય?

    6 days ago

    રમેશ રાવલ સવાલ : મારી પૌત્રી દસમું ધોરણ પાસ કરે પછી તેને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા અપાવવા માટે હું તેને સ્પોન્સર કરી શકું? - ઉમા દવે, યુએસએ જવાબ : તમે અમેરિકાના સિટીઝન કે ગ્રીનકાર્ડ હોલ્ડર છો તે જણાવ્યું નથી. સામાન્ય રીતે ગ્રેજ્યુએટ થયા પછી માસ્ટર્સ ડિગ્રી માટે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા F-1 (એફ-1) લેવાય છે. તેમ છતાં 12મું પાસ કર્યા પછી ગ્રેજ્યુએશન માટે જે તે કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા પછી તે સંસ્થા તમને સ્પોન્સર થવા માટે મંજૂરી આપે કે ડિપાર્ટમેન્ટને ઈમેલ કરીને જાણી શકાય. સવાલ : મારા H-1B વિઝા એપ્રૂવ થયેલા છે અને મારા વિઝિટર વિઝા પૂરા થતા હોવાથી તે રિન્યૂ કરાવી શકાય? - રોશન પટેલ, અમેરિકા જવાબ : જો તમને H-1B વિઝા મળી ગયા પછી સ્ટેમ્પિંગ થઈ જાય તો વિઝીટર વિઝા અને H-1B વિઝા બંને રાખી શકાય નહીં. સવાલ : હું M.S.C.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. મારે પી.એચ.ડી.ની ડિગ્રી માટે અમેરિકા જવું છે. તો ત્યાંના સ્ટુડન્ટ વિઝા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ? શું એના માટે સ્કોલરશિપ મળે? - એક વાચક, પોરબંદર જવાબ : 2024ની તુલનામાં F-1 સ્ટુડન્ટ વિઝા અત્યાર સુધીમાં દોઢ લાખ સ્ટુડન્ટ્સને અમેરિકામાં પ્રવેશ માટે મળી શક્યા છે. એમાં ઈમિગ્રેશન પોલિસી ઈન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ પ્રમાણે ભારતીય સ્ટુડન્ટની સંખ્યામાં ઘટાડો થયો છે. તેથી અમેરિકા કરતાં બીજા યુરોપના કન્ટ્રીઝ માટે ટ્રાય કરવો જોઈએ. તેમ છતાં એપ્લાય કરવું હોય તો અમેરિકાની ટોપ યુનિવર્સિટી જેવી કે N.Y.U., Harvard, Columbia, Yale વગેરે માટે એપ્લાય કરાય. સ્ટુડન્ટ વિઝા માટે ઘણા ડોક્યુમેન્ટ્સ તથા ઘણું પેપરવર્ક જરૂરી હોવાથી તમારે સૌપ્રથમ એડમિશન લેટર લેવો જોઈએ. તમારી માસ્ટર્સ ડિગ્રીનું પરિણામ ફર્સ્ટક્લાસ અર્થાત્ આઉટસ્ટેન્ડિંગ હોય તો સારો અવકાશ છે. અમેરિકા સિવાય બીજા કન્ટ્રીમાં એડમિશનમાં બહુ તકલીફ પડતી નથી. સવાલ : હું એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છું અને મેં ચાર સેમિસ્ટર Distinction સાથે ક્લીયર કર્યાં છે. મારે અમેરિકામાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા પછી પી.એચ.ડી.ની ડિગ્રી મેળવીને ત્યાં જ સેટલ થવું છે, તો થઈ શકાય? - જે.કે. પટેલ, આણં જવાબ : હાલની પરિસ્થિતિ પ્રમાણે જો તમને H-1B વિઝા ડિગ્રી મળ્યા પછી મળે તો શક્ય છે, પરંતુ આ વિઝા મળવા સહેલા નથી. સ્ટુડન્ટ વિઝા જ હોય તો તેના દ્વારા સેટલ થવાય નહીં. સવાલ : મારાં મધર અને ફાધરને ગ્રીનકાર્ડ મળ્યાં પછી અમેરિકામાં ત્રણ વર્ષ રહ્યાં. તે દરમ્યાન તેમણે મારી ઉંમર 27 વર્ષની હોવાથી F-2 કેટેગરીમાં 2021માં પિટિશન ફાઈલ કરેલી. તો મારાં પેરેન્ટ્સ સિટીઝન થાય અને મારી પિટિશન ચેન્જ થાય તો એમાં કેટલો સમય લાગે? - નલીન પટેલ, આણંદ જવાબ : તમે જણાવો છો કે તમે આ ઉંમરે અપરિણીત છો અને જો પિટિશનનો ઈન્ટરવ્યૂ આવે ત્યાં સુધી લગ્ન કરો નહીં તો જ આ પ્રકારની F-2B પિટિશન ચાલુ રહે, નહીં તો તે નકામી થઈ જાય. નહીં તો તમારાં પેરેન્ટ્સ સિટીઝન થાય પછી બીજી રીતે ફાઈલ કરી શકાય. વિઝા બુલેટિન જોતાં તમારી પિટિશન માટે હજુ ત્રણ-ચાર વર્ષ ઉપરાંત રાહ જોવી પડશે. સવાલ : અમે પતિ-પત્નીએ 2022-23માં બે વાર વિઝિટર વિઝા માટે અમેરિકા જવા અરજી કરેલી, પણ તે રિજેક્ટ થવાથી મેં એકલીએ જ 2024માં ફરીથી એપ્લાય કર્યું. જોકે, તે પણ રિજેક્ટ થઈ છે. તો હવે શું કરવું? - નિશા પટેલ, અમદાવાદ જવાબ : આ રીતે એપ્લાય કરાય નહીં. એવું લાગે છે કે તમારા વિઝા ફોર્મ, ઈન્ટરવ્યૂ વગેરેની પૂરતી તૈયારી કરી હશે નહીં. હાલની પરિસ્થિતિમાં વિઝિટર વિઝા માટે પણ નિયમો બદલાયા છે. તેથી હવે બીજા કન્ટ્રીઝ ખાસ કરીને યુરોપના વિઝા મળે પછી જ અમેરિકાના વિઝાનું ફોર્મ, ઈન્ટરવ્યૂ વગેરે પરફેક્ટ રીતે તૈયાર કરીને જ એપ્લાય કરજો. સવાલ : મારી પૌત્રી માસ્ટર ડિગ્રી લેવા માટે 2024માં F-1 વિઝા દ્વારા અમેરિકા ગયેલી. તેનો અભ્યાસ ડિસેમ્બર 2026માં પૂરો થશે. તેના કોન્વોકેશનમાં તે અમને દાદા-દાદીને બોલાવવા માંગે છે. અમારી ઉંમર અનુક્રમે 76 અને 70 વર્ષ છે. તો શું અમને વિઝા મળી શકે? - ભીખાભાઈ પટેલ, અમદાવાદ જવાબ : સામાન્ય રીતે સ્ટુડન્ટના માતા-પિતાને કોન્વોકેશન માટે વિઝિટર વિઝા મળે છે, પરંતુ જો તેઓ જઈ શકે તેમ ન હોય તો તમે પ્રયત્ન કરી શકો છો. જો તેઓ એપ્લાય કરે તો શક્યતા વધુ છે. અને હા, એપ્લાય કરતાં પહેલાં કોલેજ કે યુનિવર્સિટીનો જે તે નામનો આમંત્રણપત્ર અચૂક હોવો જરૂરી છે. વિઝા માટે ખૂબ જ સારી આવક હોવી જોઈએ, જે ડોક્યુમેન્ટ્સ દ્વારા પુરવાર કરી શકાય. તમારી ઉંમર જોતા અમેરિકામાં ખૂબ જ કોલ્ડ વેધર સહન કરવું મુશ્કેલ છે. તેથી પહેલાં તમારી પૌત્રીનાં માતા-પિતા એપ્લાય કરે પછી તમે પણ એપ્લાય કરી જુઓ. ફોર્મ-ઈન્ટરવ્યૂ વગેરે પરફેક્ટ જોઈએ. સવાલ : મારી દીકરી પહેલા વર્ષમાં IMS BHU Varanasiમાં અભ્યાસ કરે છે. તેને ફોરેન કન્ટ્રીમાં સેટલ થવું છે, પરંતુ તેને ટ્રમ્પ ઈફેક્ટને લીધે અમેરિકા જવું નથી. તો તેણે કયા કન્ટ્રીમાં સેટલ થવું જોઈએ? - દર્શિકા બોરીસાગર, અમદાવાદ જવાબ : તમે જણાવો છો કે તમારી દીકરી એમબીબીએસમાં સ્ટડી કરે છે. તેથી તે ડિગ્રી મળે પછી જ યુરોપના કોઈ પણ દેશમાં પહેલા મેડિકલના વધુ અભ્યાસ માટે એપ્લાય કરીને ત્યાંની ડિગ્રી મળે પછી ત્યાં સેટલ થવા કોશિશ કરી શકાય. આ કામ માટે ત્યાંના કોઈ એક્સપર્ટ લોયરની સલાહ લેવી જરૂરી છે. બની શકે તો તમે ફોન નંબર મોકલવાથી વધુ અભિપ્રાય આપી શકાય. સવાલ : મારી ગ્રીનકાર્ડ માટેની પિટિશનનાં બધાં જ સ્ટેપ્સ પૂરાં થઈ ગયાં છે. તો મને વિઝિટર વિઝા મળે? - હસમુખ શાહ, સુરત જવાબ : સામાન્ય રીતે આવા સંજોગોમાં વિઝા મળતા નથી, કારણ કે લોકો વિઝા દ્વારા અમેરિકા જઈને સ્ટેટસ ચેન્જ કરાવે છે. તેમ છતાં એપ્લાય કરવામાં કોઈ પણ જાતનો વાંધો કે કોઈ નુકસાન નથી. તમારી પિટિશનને કોઈ બાધ નથી.
    Click here to Read More
    Previous Article
    પ્રસંગકથા:માત્ર ‘ન મારવું’ એ જ અહિંસા નથી!
    Next Article
    ડૉક્ટરની ડાયરી:જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment