Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્યા:માર્ગ-ગટર બન્યા, રેલવે સ્ટેશન પાસે સમસ્યા યથાવત

    10 hours ago

    વોર્ડ નંબર 2 એટલે ભીડગેટ થી એરપોર્ટ સુધીનો દાદુ પીર રોડને જોડતો વિસ્તાર. અહીંની વસાહત મોટે ભાગે ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતાથી વર્ષોથી પીડાઈ રહી છે. ખાસ કરીને રેલ્વે સ્ટેશનની સામે છેલ્લા પાંચ વર્ષમાંથી ચાર વર્ષ ગંદુ પાણી ભર્યું રહ્યું છે. હાલ રોડનું કામ ચાલુ છે અને ડ્રેનેજ માટે પણ નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે એટલે રાહત મળશે. આ વિસ્તારના એક માત્ર ભાજપના નગરસેવક અને ત્રણ કોંગ્રેસના નગર સેવક છે. ગીતા કોટેજ, મોહમ્મદી કોલોની, બાપા દયાળુ, ગાંધી નગરીમાં નવા માર્ગ બની ગયા છે, સથવારા વાસમાં પણ વર્ષોથી ગટરની લાઇન નહોતી તે નવી નાખવામાં આવી છે. જોકે પાણી વિતરણમાં જોઈએ તેટલો પુરવઠો નથી મળતો તેવું કોંગ્રેસના નગરસેવિકા મંજુલાબેન જગદીશભાઈ ગોર જણાવે છે. ભગત વાડી સહિતના અમુક વિસ્તારોમાં નવી ગટર લાઈન પડી છે સથવારા વાસનો માર્ગ પણ બન્યો છે. આમ એક તારણ એવું નીકળી શકે કે રજૂઆતના પ્રમાણમાં અડધા કામ તો થયા છે. ભીડ ગેટની સામે ઘાસચારા માર્કેટ હજુ પણ ગંદકીથી ખદબદતી રાજાશાહીના સમયથી ભીડ ગેટની સામે ગાયોને ઘાસચારાનું નિરણ કરવા માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. આ જ જગ્યાએથી વરસાદી અને ગટરનું પાણી પસાર થતુ હોવાથી બારે મહિના ગંદકી રહેતી હોય છે. જેના ઉકેલ માટે હજુ સુધી નગરપાલિકાએ ગંભીરતા બતાવી નથી.ગૌવંશ અને ગાયો માટે 6 થી 12 ઇંચ જેટલા કાદવમાં 10-10 કલાક સુધી ઉભા રહેવું એટલે પગના રોગને આમંત્રણ આપવા જેવું છે. સુધરાઇના સત્તાધિશોએ જીવદયા પણ બતાવવી રહી. રેલવે ફાટક દૂર કરીને ત્યાં આરઓબી જરૂરી બન્યો છે વોર્ડ નંબર બે માં આવેલું રેલવે સ્ટેશન અને તેની નજીકથી પસાર થતો માર્ગ છે હવે વાહન વ્યવહાર વધવાથી 24 કલાક ધમધમતો રહે છે. હોટલ ડોલર પાસે રેલવે ફાટક વર્ષોથી જે પહોળાઈનો છે તે જ છે, જ્યારે ટ્રાફિકનું ભારણ વધ્યું છે. માટે આ વિસ્તારમાં જો રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે તો અકસ્માતની શક્યતા ઘટે તેમજ વાહનો પણ સરળતાથી પસાર થઈ શકે. વિસ્તાર: સથવારા વાસ, કોલીવાસ, એરપોર્ટ રોડ, દાદુપીર રોડ, વાલ્મિકી વાસ, શાંતિનગર, શિવનગર, આઝાદ નગર, શેખ ફળિયા, ચાંદ ચોક, એરફોર્સ, એમઇએસ કોલોની, સિતારા ચોક, કુંભારવાસ, સોનપુરી સ્મશાન વેગેરે મતદારોની સંખ્યા પુરુષ 5,722 સ્ત્રી 5,509 ત્રીજી જાતિ - કુલ 11,231
    Click here to Read More
    Previous Article
    લોહીનો સંબંધ:બંને કિડની ફેઈલ થઈ જતાં સુરેન્દ્રનગરની બહેને ડાકોર સ્થિત ભાઈને કિડની આપી નવજીવનબક્ષ્યું
    Next Article
    સિટી એન્કર:કચ્છના NRI દ્વારા છપૈયાથી ભુજ સુધી 1700 કિમીની રિક્ષા યાત્રા સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment