Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:કચ્છના NRI દ્વારા છપૈયાથી ભુજ સુધી 1700 કિમીની રિક્ષા યાત્રા સંપન્ન

    8 hours ago

    મેક એ ચેન્જ ફાઉન્ડેશન - UK દ્વારા કચ્છના NRI લોકોના સહયોગથી સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ છપૈયાથી પોતાના વતન ભુજ સુધીની એક રિક્ષા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 1700 કિલોમીટર લાંબી આ યાત્રાનું સમાપન ભુજના શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવાનો હતો. આ 7 દિવસીય યાત્રામાં 29 રિક્ષાઓ સાથે કુલ 87 ભાઈઓ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. જેમાં ઇંગ્લેન્ડ, કેન્યા અને ઓસ્ટ્રેલિયા જેવા 3 દેશોના સહભાગીઓ સામેલ હતા. આ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ રહી કે ફાઉન્ડેશનના 11 ટ્રસ્ટીઓ (જેમાં 2 મહિલાઓ પણ સામેલ હતી), યુકે સમાજના ખજાનચી અને અનેક મોટા બિઝનેસમેનોએ જાતે રિક્ષા ચલાવીને આ યાત્રામાં પ્રત્યક્ષ ભાગ લીધો હતો. યાત્રા ઉત્તર પ્રદેશના અયોધ્યા, કાનપુર, આગ્રા તેમજ રાજસ્થાનના જયપુર, પાલી થઈને ગુજરાતમાં પાલનપુર અને રાપર માર્ગે ભુજ પહોંચી હતી. ગુજરાત બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા યાત્રીઓ માટે ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યાત્રીઓના આરોગ્યની સંભાળ માટે એમ.એમ.પી.જે. હોસ્પિટલ દ્વારા નર્સિંગ સ્ટાફ અને એમ્બ્યુલન્સની સુવિધા 24 કલાક પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર માર્ગમાં સેવા સાધના સંસ્થા દ્વારા પરંપરાગત વેશભૂષામાં તિલક અને પુષ્પવર્ષાથી યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. રાપર સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય બાલકૃષ્ણદાસજીએ યાત્રીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના નિવાસ તથા અલ્પાહારની ઉત્તમ વ્યવસ્થા કરી હતી. ભુજના સરદાર પટેલ સંકુલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં યાત્રીઓનું બેન્ડ વાજા અને ફૂલહારથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મેક એ ચેન્જના પ્રમુખ કિરણભાઈ પીંડોરિયા, લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પીંડોરિયા અને મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રવજીભાઈ ખેતાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગોપાલભાઈ ગોરસીયાએ સંસ્થાના 100 ટકા પારદર્શક વહીવટની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે મળેલા ફંડનો ઉપયોગ અન્ય ખર્ચમાં કરવાને બદલે માત્ર સેવા માટે જ થાય છે. નારાણભાઈ વેલાણીએ ફાઉન્ડેશનના હાજીપીર ગામના નિર્માણ સહિતના ભૂતકાળના સેવા કાર્યોની માહિતી આપી હતી. અંતમાં મેક એ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા તમામ સહયોગીઓને મેડલ અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનું આયોજન શ્રી રામજીભાઈ સેંઘાણી અને અશ્વિનભાઈ પાંડોરીયા દ્વારા તેમજ સંચાલન સચિન મેઘાણી અને જેન્તીભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સેવાકીય કાર્યોની વણઝાર યાત્રાની પૂર્ણાહુતિ બાદ તમામ 29 રિક્ષાઓ કચ્છ અને સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ પરિવારોને તેમની આજીવિકા રળવા માટે વિનામૂલ્યે દાનમાં આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત, આ આયોજન થકી મળેલા સહયોગનો ઉપયોગ કેન્યાના આફ્રિકન લોકો માટે આંખોના આરોગ્ય અર્થે યોજાનાર આઈ-કેમ્પમાં કરવામાં આવશે. મેક એ ચેન્જ દ્વારા રાપર સ્થિત સેવા સાધના કચ્છ સંચાલિત કુમાર છાત્રાલયની લાયબ્રેરી માટે કમ્પ્યુટર, ફર્નિચર અને પુસ્તકો વસાવવા 7 લાખ રૂપિયાનું માતબર દાન પણ આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સમસ્યા:માર્ગ-ગટર બન્યા, રેલવે સ્ટેશન પાસે સમસ્યા યથાવત
    Next Article
    Gujarat: This weekend, state to feel the ‘heat’; IMD issues yellow alert

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment