Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરનામું:તાપીમાં ચૂંટણી સભા-સરઘસ માટે નિયંત્રણ, પરવાનગી વિના પ્રતિબંધ

    8 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લામાં સભા અને સરઘસ અંગે કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. વ્યારા નગરપાલિકા વિસ્તાર તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ વિસ્તારોમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર. બોરડે જાહેરનામું પ્રસિદ્ધ કરી ચૂંટણી દરમિયાન શાંતિ અને કાયદો-સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચનાઓ જાહેર કરી છે. જાહેરનામા મુજબ, કોઈપણ વ્યક્તિ અથવા રાજકીય પક્ષે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વિના સભા બોલાવી શકશે નહીં કે સરઘસ કાઢી શકશે નહીં. ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવા, ચકાસણી અથવા પ્રતિક ફાળવણી માટે ચૂંટણી કચેરીએ જતાં વખતે મોટા સરઘસ સાથે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઉપરાંત, એક પક્ષે જ્યાં સભા યોજી હોય તે સ્થળે બીજો પક્ષ સરઘસ લઈ જઈ શકશે નહીં અને કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ પણ નિષેધ કરવામાં આવી છે. ચૂંટણી સભા અને રેલી દરમિયાન ધ્વજ, બેનર અને કટઆઉટ જેવી સામગ્રીનો ઉપયોગ સ્થાનિક કાયદા અને પ્રતિબંધક હુકમોને આધિન રહેશે. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા ટોપી, માસ્ક, સ્કાર્ફ વગેરે પહેરી શકાશે, પરંતુ સાડી કે શર્ટ જેવા મુખ્ય વસ્ત્રોના વિતરણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જોકે લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા, ધાર્મિક કાર્યક્રમો તેમજ એસ.ટી. બસ અથવા રેલવે મુસાફરી માટે જતા લોકો પર આ હુકમ લાગુ પડશે નહીં. સક્ષમ અધિકારીની મંજૂરીથી યોજાતા કાર્યક્રમોમાં ભાગ લેનારાઓને પણ આ પ્રતિબંધોમાંથી છૂટ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    US President Donald Trump Calls Off Iran Strikes: Is Strait Of Hormuz Open Now?
    Next Article
    અનુરોધ:APMCમાં વેચાણ કરવા પેદાશો ન લાવવા અથવા સુરક્ષિત રાખવા તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment