Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારનું રાશિફળ:મિથુન અને કન્યા રાશિના સંપત્તિના વિવાદો ઉકેલાશે, વૃશ્ચિક અને તુલા રાશિને પ્રમોશનના યોગ

    2 days ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 08 એપ્રિલ 2026, બુધવારના રોજ ચૈત્ર વદ છઠ્ઠ/સાતમ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ બપોરે 12:41થી 02:14 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આ સમય આત્મમંથનનો છે. પોતાને તંદુરસ્ત અને સક્રિય રાખો. તેનાથી તમારી વિચારશૈલીમાં વધુ નિખાર આવશે. ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ રુચિ રહેશે. તમારામાં કંઈક વધુ સારું શીખવાની અને કરવાની દ્રઢ ઈચ્છા જાગૃત થશે. નેગેટિવ- પરંતુ એ પણ ધ્યાન રાખો કે, તમારા કાર્યોને શ્રેષ્ઠ રીતે કરવા માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો પણ જરૂરી છે. વાતચીતના લહેકામાં થોડી નરમાશ જાળવી રાખો. બાળકોની સમસ્યાઓ સાંભળો અને તેમનું સમાધાન કરો. વ્યવસાય- વર્તમાન કારોબારી પ્રવૃત્તિઓમાં થોડું સતર્ક રહેવાની જરૂર છે. કેટલાક નવા વ્યાવસાયિક સંપર્કો બનશે, જે તમારા વેપાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઓફિસમાં કોઈ સહયોગીને કારણે તમારા કામમાં અવરોધ આવી શકે છે. લવ- ઘરના કોઈ મુદ્દાને લઈને સભ્યો વચ્ચે થોડો મતભેદ થઈ શકે છે. પરંતુ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. પ્રેમી સાથે મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઠીક રહેશે. પરંતુ જો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની તકલીફ હોય, તો તેને નજરઅંદાજ ન કરો. કસરત અને યોગને તમારા જીવનનો ભાગ અવશ્ય બનાવો. લકી કલર- બદામી લકી નંબર- 2 પોઝિટિવ- આજે તમારી આર્થિક યોજનાઓને સફળ બનાવવાનો યોગ્ય સમય છે. લક્ષ્ય પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય આવી ગયો છે. શાંતિ મેળવવા માટે થોડો સમય કલાત્મક અને મનોરંજન સંબંધિત કાર્યોમાં પણ જરૂર પસાર કરો. આનાથી ઊર્જા જળવાઈ રહેશે. નેગેટિવ- બિનજરૂરી મુલાકાતોમાં પોતાનો સમય બગાડશો નહીં. ઘરની કોઈ વસ્તુની ખરીદી પર અપેક્ષા કરતા વધુ ખર્ચ થઈ જશે. ક્યાંય પણ પૈસા ઉધાર આપતા પહેલા તેની વાપસી ચોક્કસ સુનિશ્ચિત કરી લો. બાળકોએ પોતાના અભ્યાસ પર ધ્યાન આપવું. વ્યવસાય- વેપારમાં વ્યક્તિગત કારણોસર કેટલીક સમસ્યાઓ આવી શકે છે. પ્રેક્ટિકલ થઈને તમારા કામ પૂરાં કરો. નોકરિયાતોએ ફાયનાન્સ સંબંધિત પ્રવૃત્તિઓમાં ખૂબ જ સાવધાની રાખવી, કારણ કે નાની એવી બેદરકારી તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે. લવ- પતિ-પત્નીનો પરસ્પર સહયોગાત્મક વ્યવહાર સંબંધોમાં નિકટતા વધારશે. વિજાતીય વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી વખતે મર્યાદાનું ધ્યાન જરૂર રાખવું. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ફક્ત કામના ભારણને કારણે થાક વધી શકે છે. લકી કલર- પીળો લકી નંબર- 3 પોઝિટિવ- ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંપન્ન થવાથી સકારાત્મક ઊર્જા જળવાઈ રહેશે. આજે પૈતૃક સંપત્તિ અથવા વસિયત સાથે જોડાયેલા મામલા ઉકેલાઈ શકે છે, તે માટે પ્રયત્નશીલ રહો. તમારા વ્યક્તિગત કાર્યો પૂરા કરવામાં પણ ધ્યાન આપો. સમય અનુકૂળ છે, તમને ચોક્કસ સફળતા મળશે. નેગેટિવ- તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો. બીજાની વાતોમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો, તેથી સતર્ક રહો. કોઈ પણ પ્રકારની અનિર્ણાયક સ્થિતિમાં પરિવારના અનુભવી તથા વરિષ્ઠ લોકોની સલાહ લેવી તમારા માટે હિતકારી રહેશે. વ્યવસાય- વેપારમાં આજે કામની અધિકતા રહેશે. પરંતુ ઉતાવળને બદલે ગંભીરતા અને સાવધાનીપૂર્વક તમારા કામને પૂરાં કરો. પ્રોફેશન સાથે સંબંધિત તમારી ફાઈલો તથા પેપર સંપૂર્ણપણે કમ્પ્લીટ રાખો. કોઈ મુશ્કેલી આવવા પર વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. લવ- જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ ઊભો થવા ન દો, કારણ કે તેનાથી ઘરની વ્યવસ્થા પ્રભાવિત થશે. પ્રેમ સંબંધોમાં વધુ નિકટતા આવશે. સ્વાસ્થ્ય- કામની અધિકતાને કારણે તણાવ અને ગુસ્સો હાવી થઈ શકે છે. જેના કારણે બ્લડ પ્રેશર અને શુગર લેવલ જેવી સમસ્યા પણ વધી શકે છે. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- તમારી જવાબદારીઓને તમે સારી રીતે નિભાવશો, સાથે જ કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ તમારા કાર્યોને વધુ સરળ બનાવશે. યુવાનો પોતાના કોઈ ખાસ લક્ષ્યને લઈને કરેલા પ્રયત્નોમાં સફળ રહેશે. નેગેટિવ- મનમાં કોઈ પ્રકારનો દ્વંદ્વ રહી શકે છે. સકારાત્મક રહેવાથી જલ્દી જ પરિસ્થિતિઓ સંતુલિત થઈ જશે. કોઈ ડીલ ફાઈનલ કરતી વખતે કે રોકાણ કરતી વખતે કેટલીક ભૂલો થઈ શકે છે. પારિવારિક મામલાઓમાં તમારું યોગદાન પણ અવશ્ય આપો. વ્યવસાય- કાર્યસ્થળ પર તમારા તાબાના કર્મચારીઓ સાથે સંબંધો મધુર જાળવી રાખો, આનાથી ગતિવિધિઓ વધુ સારી થશે. આ સમયે તમારી દુકાન અથવા ઓફિસની પ્રવૃત્તિઓ પર થોડી નજર રાખવાની જરૂર છે. યુવાનોને કરિયર સંબંધિત કોઈ ખુશખબરી મળશે. લવ- પતિ-પત્નીનું નાની-નાની વાતોમાં ગૂંચવાવું યોગ્ય નથી. ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખો. મનોરંજન, ડિનર વગેરેનો પ્રોગ્રામ બનાવવો બધાને ખુશી આપશે. સ્વાસ્થ્ય- પેટ ખરાબ અને નબળાઈ જેવી સ્થિતિ અનુભવાશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. લકી કલર- કેસરી લકી નંબર- 1 પોઝિટિવ- આજે તમારી કોઈ મહત્વાકાંક્ષા પૂરી થવાની છે. જો કોઈ યાત્રા પર જઈ રહ્યા હોવ, તો પહેલા તે સંબંધિત પૂરી તૈયારી કરી લો, તો યાત્રા સફળ રહેશે. થોડો સમય આત્મ-અવલોકન માટે પણ પસાર કરવાથી તમને તમારી ઘણી મૂંઝવણોનું સમાધાન મળશે. નેગેટિવ- તમારા મનમાં સક્રિય વિચારોને સ્થાન આપો. લાગણીઓમાં આવીને લેવાયેલા નિર્ણયો નુકસાનકારક રહી શકે છે. તેથી તમારી આ નબળાઈ પર વિજય મેળવવો જરૂરી છે. કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવી સંબંધ બગાડશે, સાથે જ નુકસાન પણ કરાવશે. વ્યવસાય- વેપાર સાથે જોડાયેલો કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવી લોકો સાથે સલાહ-સૂચન લેવા યોગ્ય રહેશે. આજે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ થોડી ધીમી રહેશે. સમય અનુસાર તમારી કાર્ય પ્રણાલીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. નોકરિયાતો પબ્લિક ડીલિંગ સંબંધિત કાર્યોમાં ખૂબ જ સાવધાની રાખે. લવ- પ્રેમીની લાગણીઓને અવગણશો નહીં. અવિવાહિતો માટે ઉત્તમ માંગા આવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય- અતિશય વ્યસ્તતા અને થાકને કારણે સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધી શકે છે. ફિઝિયોથેરાપી લો તથા કસરત વગેરે પર પણ ધ્યાન આપો. લકી કલર- ગુલાબી લકી નંબર- 3 પોઝિટિવ- તમારી અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખો અને તેનો ઉપયોગ કરો. વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. આજે કેટલીક ધનદાયક સ્થિતિઓ પણ બનશે, સાથે જ આ સમયે બનાવેલી યોજનાઓ નજીકના ભવિષ્યમાં શુભ તક પ્રદાન કરનારી છે. નેગેટિવ- કોઈ કાર્યમાં નિષ્ફળતા મળવાથી તમારા મનોબળને તૂટવા ન દો. નજીકના મિત્રોનો સહયોગ તમને રાહત પણ આપશે. જો કોઈ પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ ચાલી રહ્યો હોય, તો શાંતિપૂર્ણ રીતે તેને ઉકેલવાનો પ્રયાસ કરો. જલ્દી જ સમસ્યાઓનો ઉકેલ આવશે. વ્યવસાય- પારિવારિક વ્યસ્તતાને કારણે વેપારમાં ધ્યાન આપી શકશો નહીં. જોકે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ઘરે રહીને જ સુચારૂ રીતે અમલમાં મૂકાઈ જશે. ફોન અને સંપર્કોના માધ્યમથી કામને પૂરાં કરવા સરળ રહેશે. નોકરિયાતોને અચાનક જ નોકરી સંબંધિત શુભ સૂચના મળી શકે છે. લવ- ઘર-પરિવારમાં તમારા વ્યવહારને સંયમિત રાખો. કારણ કે તમારા વ્યવહારથી પરિવારની વ્યક્તિઓમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય- સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવો અનુભવાઈ શકે છે. તેથી કામની વચ્ચે આરામ લેવો પણ આવશ્યક છે. લકી કલર- પીળો લકી નંબર- 9 પોઝિટિવ- રોજિંદી વ્યસ્ત દિનચર્યામાંથી રાહત મળશે. તમારા રુચિના કાર્યોમાં સમય પસાર થશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર પર જળવાઈ રહેશે. કોઈ ધાર્મિક યાત્રા સંબંધિત પ્લાન પણ બની શકે છે. નેગેટિવ- પૈસાની સ્થિતિને લઈને થોડી ઉથલપાથલ પણ રહી શકે છે, તેથી જોખમી કાર્યોમાં રુચિ ન લો. તમારા મનોભાવો પર કાબૂ રાખો. આ સમયે કઝિન ભાઈ-બહેનો સાથે તમારા સંબંધોને ખૂબ જ સાંભળીને રાખવાની જરૂર છે. વ્યવસાય- વેપાર સંબંધિત બાબતોમાં તમને તમારા પ્રયત્નોના અનુકૂળ પરિણામ મળશે. પાર્ટનરશિપ બિઝનેસમાં વધુ સારું કરવા અંગેની યોજનાઓ બનશે. નોકરિયાતો પોતાના બોસ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ બગડવા ન દેવા. જલ્દી જ પ્રમોશનની સંભાવના છે. લવ- પારિવારિક વ્યવસ્થા ઉત્તમ રાખવા માટે પરસ્પર સામંજસ્ય જાળવી રાખો. પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળી શકે છે. સ્વાસ્થ્ય- શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ અનુભવશો. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો. લકી કલર- બદામી લકી નંબર- 5 પોઝિટિવ- પરિવારમાં ચાલી રહેલી સમસ્યા તમારા પ્રયત્નોથી ઉકેલાઈ શકે છે. પૂરા આત્મવિશ્વાસ સાથે તમારા કામને પૂરાં કરો. જમીન સંબંધિત ખરીદ-વેચાણનું કામ ગતિ પકડશે. કોઈ કામને લઈને તમારો દૃષ્ટિકોણ બીજાથી અલગ હોઈ શકે છે અને તે વધુ સારો પણ રહેશે. નેગેટિવ- ગુસ્સા અને આવેશમાં પરિસ્થિતિઓ વિપરીત પણ થઈ શકે છે, તેથી ધીરજ અને શાંતિથી સમાધાન શોધવાનો પ્રયાસ કરો. નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત ન રાખો. સકારાત્મક રહેવા માટે જ્ઞાનવર્ધક તથા ઉત્તમ સાહિત્ય વાંચવામાં પોતાનો સમય લગાવો. વ્યવસાય- વેપાર સંબંધિત તમારા મહત્વપૂર્ણ કામ આજે સ્થગિત જ રાખો. વર્તમાન પ્રવૃત્તિઓને વ્યવસ્થિત કરવી લાભદાયક રહેશે. કામની અધિકતાને કારણે ઘરે પણ ઓફિસના કામ કરવા પડી શકે છે. પરંતુ જલ્દી જ તમારી શ્રેષ્ઠ કાર્ય પ્રણાલીથી પદ ઉન્નતિ પણ નિશ્ચિત છે. લવ- પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજણોને સમયસર ઉકેલવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનને કારણે તાવ, આળસ અને સુસ્તી જેવી સ્થિતિ રહેશે. તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો તથા આયુર્વેદિક સારવાર લો. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- તમારી કાર્યક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાઓને અમલમાં મૂકો, ચોક્કસ સફળતા મળશે. સાથે જ વ્યસ્તતા હોવા છતાં તમે તમારા ઘર-પરિવારની ખુશીઓ માટે પણ સમય કાઢશો. ઘરની દેખરેખ સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ પણ થશે. નેગેટિવ- ક્યાંય પણ વાર્તાલાપ કરતી વખતે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. નહીંતર કોઈ ગેરસમજ ઉત્પન્ન થઈ શકે છે. બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો. કારણ કે ઠપકાથી તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે તથા લઘુતાગ્રંથિની ભાવના પણ આવી શકે છે. વિદ્યાર્થીઓનો મિત્રો સાથે વધુ સમય પસાર થવાને કારણે અભ્યાસમાં અવરોધ આવી શકે છે. વ્યવસાય- વેપારમાં થોડી મંદીની સ્થિતિ રહેશે. પરંતુ તમારી સખત મહેનત તમારી વ્યાવસાયિક પ્રવૃત્તિઓને મજબૂત બનાવી દેશે. ફાયનાન્સ અને કમિશન સંબંધિત વેપાર ફાયદામાં રહેશે. નોકરિયાતોની કોઈ પ્રગતિદાયક ઓફિશિયલ યાત્રા થવી શક્ય છે. લવ- દાંપત્ય સંબંધોમાં મનદુઃખની સ્થિતિ બની શકે છે. સમયસર તેને ઉકેલી લો, અન્યથા મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્ય- પેટ સંબંધિત કોઈ તકલીફ અનુભવાશે. બહારની ખાણી-પીણીની વસ્તુઓનું સેવન ટાળો. લકી કલર- કેસરી લકી નંબર- 2 પોઝિટિવ- આજે દિવસભર વ્યસ્તતા રહેવાની છે અને મહેનતનું યોગ્ય પરિણામ પણ મળશે. અચાનક જ કોઈ જૂના મિત્રને મળવાથી તમે પ્રસન્ન રહેશો. સંતાનના અભ્યાસ સંબંધિત કોઈ સમસ્યા દૂર થશે. વાહન ખરીદવા માટેની યોજનાઓ પણ બની શકે છે. નેગેટિવ- બેદરકારી અને વિલંબને કારણે મહત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે. પારિવારિક વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક અશાંતિ અનુભવાશે. બિનજરૂરી ખર્ચ રહેશે. ભાઈઓ સાથે સંબંધોમાં મજબૂતી જાળવી રાખો. વ્યવસાય- વેપારમાં પોતાને સાબિત કરવા માટે ખૂબ જ સંઘર્ષ અને મહેનતની જરૂર છે. જોકે, મીડિયા, માર્કેટિંગ સંબંધિત વેપારમાં યોગ્ય સિદ્ધિઓ હાંસલ થશે. કોઈ કર્મચારીની પ્રવૃત્તિ તમને તણાવ આપી શકે છે. યુવાનોના કરિયરમાં સ્થિરતા આવશે તથા અધિકારી વર્ગ તરફથી મનપસંદ સહયોગ પણ મળશે. લવ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. ધ્યાન રાખો કે અમર્યાદિત પ્રેમ સંબંધો રાખવા એ સીધી મુસીબતને આમંત્રણ આપવા જેવું હશે. સ્વાસ્થ્ય- જંક ફૂડ અથવા બહારનું ભોજન ટાળો. માનસિક શાંતિ માટે કસરત અને યોગ કરો. લકી કલર- બ્લૂ લકી નંબર- 6 પોઝિટિવ- તમારા ભવિષ્યને વધુ સારું બનાવવા માટે બનાવેલા નિયમો લાભદાયક સાબિત થશે. તમારી વિચારશૈલીમાં પણ નવાપણું આવશે. યુવાનોને તેમના લક્ષ્ય હાંસલ કરવા માટે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. નેગેટિવ- કોઈ પણ વ્યક્તિગત નિર્ણય લેતી વખતે હૃદયને બદલે મગજથી કામ લો. લાગણીઓમાં આવીને તમે તમારું નુકસાન પણ કરી શકો છો. પડોશીઓ અથવા કોઈ અજાણ વ્યક્તિ સાથે મતભેદમાં ન ઉતરો. વ્યર્થ જ પરેશાની વધી શકે છે. વ્યવસાય- અત્યારે વેપાર સંબંધિત પ્રવૃત્તિઓમાં વધુ સુધારો થવાની આશા નથી, પરંતુ સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે મુલાકાત થવાથી કેટલાક નવા તથ્યોની જાણકારી અવશ્ય મળશે. કોઈ પ્રોજેક્ટ પર વધુ રોકાણ ન કરો. નોકરીમાં બોસ તથા સહકર્મીઓ સાથે સારા સંબંધો રહેશે. લવ- દાંપત્ય જીવનમાં એકબીજા પ્રત્યે સહયોગ અને માન-સન્માનની ભાવના જાળવી રાખો. અપરિણિત વ્યક્તિઓ માટે પણ સારા માંગા આવવાની આશા છે. સ્વાસ્થ્ય- થાકને કારણે માથાનો દુખાવો અને નબળાઈની સ્થિતિ રહેશે. થોડો સમય મનોરંજન અને આરામ માટે પણ કાઢો. લકી કલર- લીલો લકી નંબર- 4 પોઝિટિવ- ધીરજ અને સંયમ રાખવાથી કાર્યપ્રણાલી યોગ્ય જાળવી રાખવામાં સફળતા મળશે. બાળકના એડમિશન સંબંધિત સમસ્યા દૂર થશે. ઘરમાં નવીનીકરણ અને સજાવટ સંબંધિત કાર્યોમાં પણ વ્યસ્ત રહેશો. જો કોઈ સરકારી કામ અટકેલું હોય, તો તેના પર જરૂર ધ્યાન આપો. આજે સફળતા મળી શકે છે. નેગેટિવ- વધુ વિચાર કરવામાં સમય પસાર ન કરો, નહીં તો કેટલીક તકો હાથમાંથી નીકળી પણ શકે છે. સાથે જ બહારની વ્યક્તિઓની વાતોમાં ન આવીને તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો. આ સમયે કોઈ પણ પ્રકારની યાત્રા કરવી પૈસા અને સમયની બરબાદી જ આપશે. વ્યવસાય- પબ્લિક રિલેશન તમારા માટે વેપાર સંબંધિત નવા સ્ત્રોતો ઉત્પન્ન કરી શકે છે, તેથી લોકોના સંપર્કમાં રહો. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલા બિઝનેસ અત્યારે મંદ રહેશે. ઓફિસમાં કોઈની સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. તમારી લાગણીઓ પર કાબૂ રાખો. લવ- પતિ-પત્નીનું પરસ્પર સામંજસ્ય જળવાઈ રહેશે. વ્યસ્તતા હોવા છતાં તમે ઘર-પરિવારને પ્રાથમિકતા આપશો. થોડો સમય પરિવાર સાથે શોપિંગ, ડિનર વગેરે જેવી પ્રવૃત્તિઓમાં પણ પસાર થશે. સ્વાસ્થ્ય- ઠંડા-ગરમ વાતાવરણને કારણે ગળામાં ખરાશ અને શરદી-ઉધરસ રહેશે. આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરવું જલ્દી સ્વસ્થ કરશે. લકી કલર- સફેદ લકી નંબર- 7
    Click here to Read More
    Previous Article
    08 એપ્રિલનું અંકફળ:અંક 1, 3 સહિત 6 અંકોને ધનલાભ થશે, અંક 2 અને 5ના જાતકોને પ્રેમ પ્રસ્તાવમાં સફળતા મળશે
    Next Article
    ચીન-રશિયાએ હોર્મુઝ ખોલવાની માગ પર વીટો વાપર્યો:UNમાં પ્રસ્તાવ પડતો મુકાયો; ટ્રમ્પની ધમકી- આજે રાત્રે ઈરાની સભ્યતા ખતમ થશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment