Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરમાં ચોરી કરનાર પોલીસના શરણે:છાણી જકાતનાકા ખાતે મેલડી માતાના મંદિરમાંથી ચાંદીની મૂર્તિ અને આભૂષણોના ચોરને ક્રાઈમ બ્રાંચે દબોચ્યા

    2 days ago

    શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ પારૂલપાર્ક સોસાયટી અને ગિરિરાજ સોસાયટીની બહારની દિવાલ પર આવેલ મેલડી માતાના મંદિરમાંથી ગત 4 એપ્રિલની અજાણ્યા ચોરોએ મંદિરનો દરવાજો તોડીને ચાંદીની મેલડી માતાની મૂર્તિ તથા મૂર્તિ પર ચડાવેલા આભૂષણોની કુલ ચોરી કરી હતી. આ ચોરીના ગુનાનો ભેદ વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી બેની ધરપકડ કરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર ચોર નીકળ્યો આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો જતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ગામેતીની ટીમે સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની તેના વાલીની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી. સગીરે કબૂલ કર્યું કે તેણે જ મંદિરમાંથી મેલડી માતાની ચાંદીની મૂર્તિ તથા બે હારની ચોરી કરી હતી અને તેને તેના મિત્ર જય હસમુખભાઇ ભીમાણી મારફતે પાદરાના આશીક રહેમત મલ્લીકને વેચી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તરત જ જય હસમુખભાઇ ભીમાણી (રહે. ભગવતનગર સોસાયટી, અભિલાષા ચાર રસ્તા પાસે, સમા, વડોદરા) તથા આશીક રહેમત મલ્લીક (રહે. કૃષ્ણાવાટિકા ફ્લેટ, મધર્સ સ્કૂલ રોડ, પાદરા, વડોદરા)ને શોધી કાઢી પૂછપરછ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતુ છે કે આશીક મલ્લીકે ચોરીની મૂર્તિને ઓગાળીને ચાંદીની લગડી બનાવી લીધી હતી. કુલ રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે મેલડી માતાની મૂર્તિ ઓગાળીને બનાવેલ ચાંદીની લગડી , ગાભાના આભૂષણ હાર , મોબાઈસહિત સ્કૂટર સહિતનો કુલ રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક સગીર અને બે આરોપીને ફતેગંજ પોલીસના હવાલે કર્યા છે. આ મામલે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Assembly Elections 2026 Live Updates: Shashi Tharoor says ‘BJP has no chance of coming to power in Kerala’
    Next Article
    ભાવનગરમાં ભૂમાફિયાનો આતંક, ખેડૂતો SPને રજૂઆત માટે દોડી આવ્યા:ખેડૂતોની જમીન પચાવી પાડતા 'બબૂચકો'ની 'ટાંટિયાતોડ સર્વિસ'ની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment