Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પની ધમકી- ઈરાનમાં આજે રાત્રે સભ્યતા ખતમ થશે:જે ક્યારેય પાછી નહીં આવે; હું એવું નથી ઈચ્છતો, પરંતુ એવું જ થશે

    1 day ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા આજે રાત્રે તેની આખી સભ્યતા ખતમ કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું- આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે, જેને ફરી ક્યારેય પાછી લાવી શકાશે નહીં. હું નથી ઈચ્છતો કે એવું થાય, પરંતુ કદાચ એવું જ થશે. જોકે, હવે ત્યાં સત્તા પૂરી રીતે બદલાઈ ચૂકી છે જ્યાં અલગ, વધુ સમજદાર અને ઓછા કટ્ટર વિચારવાળા લોકો હાજર છે. કોણ જાણે છે કે કદાચ કંઈક ખૂબ જ શાનદાર અને ક્રાંતિકારી થઈ શકે? આજે રાત્રે આપણે દુનિયાના લાંબા અને જટિલ ઈતિહાસની સૌથી મહત્વની ક્ષણના સાક્ષી બનીશું. 47 વર્ષોના અત્યાચાર, ભ્રષ્ટાચાર અને મોતનો સિલસિલો આખરે ખતમ થઈ જશે. ઈશ્વર ઈરાનના લોકોની રક્ષા કરે. અમેરિકા અને ઈઝરાયલે મંગળવારે ઈરાનના વિવિધ સ્થળો પર હુમલા કર્યા છે. સૌથી મોટો હુમલો ખાર્ગ આઈલેન્ડ પર થયો હતો, જ્યાં ઓઈલ ટર્મિનલને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાનનું અંદાજે 80 થી 90% ક્રૂડ ઓઈલ અહીંથી જ નિકાસ થાય છે. આ દરમિયાન કોમ અને કાશાનમાં પણ પુલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કાશાન પાસે આવેલા યહ્યાબાદ રેલવે બ્રિજ પરના હુમલામાં 2 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં તબરીઝ-ઝંઝાન હાઈવેના પુલ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાન યુદ્ધ સંબંધિત વધુ અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Uttarakhand HC stays felling of oak trees in Mussoorie: Why these matter for Himalayan ecology
    Next Article
    સરકારે કહ્યું- સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીનો નિર્ણય ખોટો:જસ્ટિસ નાગરત્ના બોલ્યા- મહિલાને મહિનાના 3 દિવસ 'અછૂત' માનો અને ચોથા દિવસે નહીં, એવું શા માટે?

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment