Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભર ઉનાળે ભાવનગર પંથકમાં વરસાદ:બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા પવન સાથે ઝરમર વરસાદ; કેરીના પાકને નુકસાન થવાની ભીતિ

    14 hours ago

    ભાવનગર શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ઘીમી ઘારે વરસાદ વરસ્યો હતો. તેમજ 30થી 40 કિ.મી. ઝડપે પવન ફૂંકાશે તે આગાહી વચ્ચે આજરોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. ભાવનગરમાં અનેક ગામો તેમજ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આમ, ભરઉનાળે ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાં મહદઅંશે રાહત થઈ હતી. પરંતુ હાલ કેરીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક વિસ્તારમાં વરસાદ બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અચાનક પલટો સાથે ધીમી ધારે વરસાદ વરસ્યોનું આગમન થયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં સુભાષનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, ઘોઘા જકાતનાકા, કાળાનાળા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક-ક્યાંક વરસાદ વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે. હાલ, ભાવનગરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સરેરાશ 34 ડિગ્રી તાપમાનનો પારો રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં નોંધાયેલુ તાપમાન છેલ્લા 5 દિવસનું તાપમાનનો પારો જોઈએ તો 3 એપ્રિલ શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 81 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. 4 એપ્રિલ શનિવારના રોજ મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 54 ટકા અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. 5 એપ્રિલને રવિવારના રોજ મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 29 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. 6 એપ્રિલ સોમવારના રોજ મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 39 ટકા અને પવનની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. 7 એપ્રિલને મંગળવારના રોજ લઘુત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 74 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોપીપુરાને પુનર્જીવિત કરવાના સંકલ્પ સાથે હૃદય ખોલી 'સ્વર્ણદાન':જૈન મહિલાઓએ હસ્તા મુખે ચેન, બંગડીઓ, બુટ્ટીઓ અને વીંટીઓ દાનપાત્રમાં પધરાવી; 44 દેરાસરોની ભૂમિ ફરી ધબકશે
    Next Article
    કાપોદ્રામાં તાપી નદીમાંથી પરિણીતાની લાશ મળી:ઘર કંકાસથી કંટાળીને મહિલાએ ઘર છોડ્યું, તાપી નદીમાં પડતું મૂકી આપધાત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment