Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તારક મહેતા...'ના 'દયા-સુંદર'ના પિતા ભીમ વાકાણીની અંતિમવિધિ:દીકરી અને દીકરો ભાંગી પડ્યા, સ્વજનોએ સધિયારો આપી માંડ માંડ સંભાળ્યા

    15 hours ago

    ટીવી એક્ટ્રેસ દિશા વાકાણી ઉર્ફે દયા(તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા) પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84ની વયે નિધન થયું છે. મયુર વાકાણી એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મારા પપ્પાને દોઢ વર્ષ પહેલા પેરાલિસિસ થયો હતો. થોડા સમય પહેલા ન્યૂમોનિયા થયો હતો. તેઓ હોસ્પિટલમાં જ હતા અને આજે વહેલી સવારે 8:30 વાગ્યે તેમનું અવસાન થયું છે. આજે તેમની થલતેજ સ્મશાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી છે. દિવ્ય ભાસ્કર જ્યારે અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલા તેમના ઘરે પહોંચ્યું હતું. ત્યારે ઘરનો માહોલ ખૂબ જ ગમગીન હતો. દિશા વાકાણી પિતાનો મૃતદેહ જોઈ રડી પડ્યા હતા.ઘરમાં લગભગ 20 થી 25 જેટલા લોકો ઉપસ્થિત હતા. ત્યાર બાદ ભીમ વાકાણીના મૃતદેહને અંતિમવિધિ માટે લઈ જવાયો હતો. આ દરમિયાન દીકરો મયુર વાકાણી અને દીકરી દિશા વાકાણી ભાંગી પડ્યા હતા. તેમને સ્વજનોએ સધિયારો આપ્યો હતો. દિશા વાકાણીએ મોઢા પર રૂમાલ બાંધી રાખ્યો હતો. ભીમ વાકાણી વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય હતા અને રંગભૂમિ, ટેલિવિઝન તેમ જ સિનેમા આ ત્રણેય માઘ્યમોમાં ખેડાણ કરી ચૂક્યા છે. અમદાવાદમાં વાકાણી થિયેટર્સના બેનર હેઠળ તેઓ નાટકો પ્રોડ્યુસ કરે, ડિરેક્ટ કરે અને તેમાં અભિનય પણ કરે. પપ્પાનાં દિગ્દર્શન હેઠળ ‘મંગળફેરા’, ‘પહેલો સગો’ જેવાં નાટકોમાં દિશાએ બાળકલાકાર તરીકે નાનીનાની ભૂમિકાઓ ભજવી હતી. તમામ સંતાનોને કલાનું શિક્ષણ આપ્યું: આસિત મોદી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર આસિત મોદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હું વર્ષોથી તેમને ઓળખતો હતો. અમદાવાદમાં સિરિયલ બનાવતો હતો ત્યારે કામ કર્યું. તેઓએ દીકરી માટે ખૂબ મહેનત કરી અને ટેલેન્ટેડ છે એ તેમને ખબર હતી. તેમણે તમામ સંતાનોને કલાનું શિક્ષણ આપ્યું હતું. તેમના મારા પર આશીર્વાદ હતા. થોડા સમય પહેલાં મળ્યા ત્યારે ખુબ ખુશ થઈ ગયા હતા. મુંબઈ આવે ત્યારે અચુક અમારા ઘરે આવે અને અમે સાથે ફરવા જતા હતા. અમારે મોટી ખોટ પડી છે. મયુર અને દિશા માટે ખૂબ લાગણી અને માન હતા: દિલીપ જોષી દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દિશા માટે ખૂબ લાગણી અને માન હતું. મયુર અને દિશા બન્ને માટે ખૂબ કર્યું. આ ફીલ્ડમાં જવા માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. પોતે પણ શરૂઆતમાં મુંબઈમાં દિશાને મોકલી હતી. આ એક ખૂબ મોટો નિર્ણય કહી શકાય. તેમણે સંજય ગોરડિયા સહિતના મેકર્સ સાથે ઘણાં નાટકોમાં કામ કર્યું. ‘સિનિયર અભિનેત્રીઓ કહેતી ભીમભાઈ, તમારી ઈન-હાઉસ હીરોઈન તૈયાર થઈ રહી’ થોડા વર્ષ પહેલાં દિશા વાકાણીએ પિતા સાથેની બાળપણની યાદો વાગોળતા દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, ‘મને યાદ છે, રિહર્સલ્સ અને શોઝ દરમિયાન સિનિયર અભિનેત્રીઓ મારા ગાલ ખેંચીને પપ્પાને કહેતી કે ભીમભાઈ, તમારી ઈન-હાઉસ હીરોઈન તૈયાર થઈ રહી છે, હોં! મને ત્યારે ‘હીરોઈન’ શબ્દનો અર્થ શો થાય છે એની ખબર ન પડતી પણ મને લાગે છે કે મોટાં થઈને મારે એકટ્રેસ બનવું છે તેવી ઈરછાનાં બીજ સિનિયર અભિનેત્રીઓની આ કમેન્ટ સાંભળી સાંભળીને જ રોપાયાં હશે!’ દિશા કહે છે. દિશા કહે છે, ‘પપ્પા સાથે છકડામાં ગુજરાતના ગામેગામ ફરીને ‘દારૂ છોડો’ અને ‘બેટી બચાઓ’ જેવા જનજાગૃતિ ફેલાવતા પ્રચારાત્મક શોઝ ઘણા કર્યા છે. સ્વ. શોભન વૈદ્યએ લખેલા ‘દુશ્મન’ નામના નાટકના પણ ઘણા શોઝ કર્યા છે. લોકો નીચે જમીન પર બેઠા હોય, કોઈ ઘરના છાપરે ચડીને જોતું હોય. નાટક એ નાટક છે, પછી એ ઓડિટોરિયમમાં ભજવાય કે ખુલ્લામાં ભજવાય. ગામડાંનું આ એકસપોઝર મને એકટ્રેસ તરીકે ખૂબ કામ આવ્યું.’ ‘અમારા માટે વેકેશન એટલે પપ્પા સાથે નાટકો કરવાનાં! દિશા દિશા કહે છે, ‘એમાં અમને મજા પણ આવતી. નાટકોમાં વ્યસ્ત રહેવાને કારણે બહેનપણીઓ સાથે મિત્રતા ખાસ મેન્ટેઈન ન થતી. પપ્પાની હું ખૂબ લાડકી. મને યાદ છે, એક વાર સ્કૂલમાં હોમ વર્ક નહોતું કર્યું એટલે ટીચર મને વઢેલા. મેં પપ્પાને ફરિયાદ કરી અને ચિઠ્ઠી લખી આપી. એમાં એવું કંઈક લખ્યું કે પછી એ ટીચરે મારી પાસેથી ક્યારેય હોમ વર્ક જ ન માગ્યું! મમ્મીનો સ્વભાવ સંતુલિત. એ બહુ ગુસ્સો ન કરી શકે.’ આમિર-શાહરુખ સાથે કર્યું કામ ભીમ વાકાણીએ ગુજરાતી થિયેટરમાં લાંબો સમય વિતાવ્યો છે. તેમણે આમિર ખાને પ્રોડયુસ કરેલી અને આશુતોષ ગોવારીકરે ડિરેકટ કરેલી ઓસ્કર-નોમિનેટેડ ‘લગાન’માં કાજીસાહેબની નાનકડી પણ મજાની ભૂમિકા ભજવી હતી. જેમાં તેઓ સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત, શાહરૂખ ખાનની 'સ્વદેશ' અને માધુરી દીક્ષિતની 'લજ્જા'નો સમાવેશ થાય છે. તારક મહેતા...ના એક એપિસોડમાં જોવા મળ્યા હતા દિશા વાકાણીના પિતા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળ્યા હતા. તેઓ એપિસોડ નંબર 1320માં બાબુજી ચંપકલાલના મિત્ર માવજી છેડાના રોલમાં જોવા મળ્યા હતા. જ્યાં બાઘા, ભૂલથી માવજીને ઘરે જઈને પ્રેશર કુકરના બદલામાં 50,000 રોકડા આપી દે છે અને ભીડેને પૈસાની જગ્યાએ કુકર આપી દે છે. આ પછી એપિસોડમાં ઘણો હોબાળો જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં કોંગ્રેસની નગરપાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ:શહેરના પ્રભારી સમક્ષ મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી, પસંદગીનો ક્રાઈટેરિયા વફાદારી
    Next Article
    Mehsana Rain News LIVE | ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારમાં ધોધમાર ! | Weather Updates | Unseasonal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment