Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં કોંગ્રેસની નગરપાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ:શહેરના પ્રભારી સમક્ષ મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી, પસંદગીનો ક્રાઈટેરિયા વફાદારી

    12 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા પાલનપુર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. પાલનપુર શહેરના પ્રભારી અને મહેસાણાના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીએ આ અંગે જણાવ્યું કે, દરેક વોર્ડમાંથી વ્યક્તિગત રીતે ઉમેદવારો પોતાની રજૂઆત કરવા અને તેમની સેન્સ લેવા માટે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી હતી, જેમાં ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા હતા અને ત્યારબાદ પ્રમુખ દ્વારા તેનું લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હસમુખભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, દરેક વોર્ડમાં ઓછામાં ઓછા 10 થી 12 દાવેદારો છે, જ્યારે કેટલાક વોર્ડમાં તો 20 જેટલા દાવેદારો જોવા મળ્યા છે. આ દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસમાં દાવેદારોનો મોટો ધસારો છે. ઉમેદવારની પસંદગી માટેના માપદંડ અંગે હસમુખ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા, પક્ષ પ્રત્યેની વફાદારી અને કોંગ્રેસ સાથે જોડાયેલા હોય તેવા વ્યક્તિઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટી શરાફી મંડળીનું આધુનિકીકરણ:તમામ સેવાઓ થઈ ઓનલાઇન
    Next Article
    'તારક મહેતા...'ના 'દયા-સુંદર'ના પિતા ભીમ વાકાણીની અંતિમવિધિ:દીકરી અને દીકરો ભાંગી પડ્યા, સ્વજનોએ સધિયારો આપી માંડ માંડ સંભાળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment