Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપાલ યાદવની મજાક ઉડાવનારાઓ પર સલમાન લાલઘૂમ:'બુલી' કરનારાને 'દબંગ' સ્ટારનો જડબાતોડ જવાબ; એવોર્ડ શોમાં દેવા મામલે કટાક્ષ કર્યો હતો

    8 hours ago

    મુંબઈમાં યોજાયેલા એક એવોર્ડ ફંક્શન દરમિયાન કોમેડી એક્ટર રાજપાલ યાદવ પર કટાક્ષ કરવામાં આવ્યા હતા. ફંક્શનમાં રાજપાલ યાદવ વિરુદ્ધ ચાલી રહેલા કરોડોના દેવા અંગે કટાક્ષ કરાયો હતો. જો કે, હવે 'દબંગ' સ્ટાર સલમાન ખાન રાજપાલ યાદવના સમર્થનમાં ઉતર્યો છે. સલમાને સોશિયલ મીડિયા દ્વારા રાજપાલ યાદવને ખાતરી આપી કે, તેની પ્રતિભા અને અનુભને કારણે હંમેશા તેને ઇન્ડસ્ટ્રીમાં કામ મળતું રહેશે. સલમાનનું આ નિવેદન તે વીડિયો વાયરલ થયા પછી આવ્યું છે, જેમાં પત્રકાર સૌરભ દ્વિવેદી રાજપાલ યાદવના દેવા અને ડોલરના ભાવને લઈને મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. 'અમે સૌએ તમને રિપીટ કર્યા છે' સલમાન ખાને રાજપાલ યાદવનો બચાવ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલા ટ્વિટર) પર ટ્વીટ કરીને લખ્યું, 'રાજપાલ ભાઈ, તમે 30 વર્ષથી કામ કરી રહ્યા છો અને અમે બધાએ તમને વારંવાર રિપીટ કર્યા છે કારણ કે તમે તમારું કામ જાણો છો અને એક વેલ્યુ લાવો છો. હકીકત એ છે કે, કામ તો તમને ઘણું મળશે અને આ જ ડોલર રેટ પર મળતું રહેશે.' 'પૈસા તો ભારતમાં જ આપવાના છે' સલમાન ખાને ડોલર અને રૂપિયાના ઉતાર-ચઢાવવાળા મજાક પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો. તેણે લખ્યું, 'એ યાદ રાખવું કે ક્યારેક-ક્યારેક ફ્લોમાં કેટલીક વાતો નીકળી જાય છે. જો કંઈ આપવું જ હોય, તો મગજમાં રાખો અને દિલથી કામ કરો. ડોલર ઉપર હોય કે નીચે, શું ફરક પડે છે, પૈસા તો ભારતમાં જ આપવાના છે.' રાજપાલે સૌરભ અને ઝાકિરના સમર્થનમાં નિવેદન આપ્યું વિવાદ વધ્યા બાદ રાજપાલ યાદવે એક વીડિયો જાહેર કરીને સૌરભ અને ઝાકિરના પક્ષમાં વાત કરતા, તેમને ટ્રોલ ન કરવાની અપીલ કરી છે. તેણે કહ્યું કે, 'આ સિનેમા સાથે જોડાયેલો મામલો છે અને બંને મારા નાના ભાઈ જેવા છે.' રાજપાલ યાદવે કહ્યું કે, 'સૌરભે મારા સન્માનમાં ઓડિટોરિયમમાં ઊભા રહીને તાળીઓ પડાવી હતી.' તેણે લોકોને અપીલ કરી કે, સૌરભની નિંદા ન કરે અને તેનું દિલ ન દુખાવે, કારણ કે સૌરભનું અપમાન કરવું એ તેનું અપમાન હશે. શું છે આખો વિવાદ? તાજેતરમાં મુંબઈમાં એક એવોર્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પત્રકાર સૌરભ દ્વિવેદીએ રાજપાલ યાદવના દેવાના મામલે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'ડોલરનો ભાવ ભલે વધે કે ઘટે, તમારે એટલા જ પૈસા પાછા આપવાના છે, જેટલા તમે ઉધાર લીધા હતા.' આ કોમેન્ટ પર ત્યાં હાજર ઘણા લોકો હસતા જોવા મળ્યા, જ્યારે રાજપાલ યાદવ ખૂબ જ અસ્વસ્થ દેખાયા. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવ્યા પછી લોકોએ તેને 'બુલી' કરવાનું ગણાવ્યું હતું. દેવું અને કાનૂની વિવાદોમાં ઘેરાયેલા છે રાજપાલ રાજપાલ રાજપાલ યાદવ છેલ્લા ઘણા સમયથી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તેના પર એક જૂની ફિલ્મના નિર્માણ માટે લીધેલા દેવાને ન ચૂકવવાનો આરોપ છે. ચેક બાઉન્સ સંબંધિત કેસમાં તેને તાજેતરમાં જેલમાં પણ જવું પડ્યું. આ જ બેકગ્રાઉન્ડને લઈને એવોર્ડ શોમાં તેના પર કટાક્ષ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Pro-tips for the fluffiest dahi vadas you’ve ever made
    Next Article
    અમદાવાદમાં ઢોસાના ખીરાથી થયેલા મોત કેસમાં નવો વળાંક:4 દિવસ બાદ 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો, માતા-પિતાના નિવેદન લેવાશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment