Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભર ઉનાળે વરસાદ:શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ

    2 days ago

    ભાવનગર શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ઘીમી ઘારે વરસાદ વરસ્યો હતો, આમા ભર ઉનાળે વરસાદ વરસતા ગરમી માં મહદઅંશે ઘટાડો થયો હતો, સવારથી 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે ત્યારે ભાવનગરમાં પણ હળવા થી ભારે વરસાદ પડશે, તેમજ 30 થી 40 કિ.મી ઝડપે પવન ફૂંકાશે તે આગાહી વચ્ચે આજરોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, તેમજ ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું, ભાવનગરમાં અનેક ગામો તેમજ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, આમ, ભરઉનાળે ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાં મહદઅંશે રાહત થઈ હતી. પરંતુ હાલ કેરીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અચાનક પલટો સાથે ધીમી ધારે વરસાદ વરસ્યોનું આગમન થયું હતું, જેમાં શહેરના અનેક વિસ્તારોમાં સુભાષનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, ઘોઘા જકાતનાકા, કાળાનાળા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે, હાલ, ભાવનગરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સરેરાશ 34 ડીગ્રી તાપમાનનો પારો રહ્યો છે. છેલ્લા 5 દિવસનું તાપમાનનો પારો જોઈએ તો, તા.3 એપ્રિલ શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 81 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.4 એપ્રિલ શનિવારના રોજ મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 54 ટકા અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.5 એપ્રિલ ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 29 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.તા.6 એપ્રિલ સોમવારના રોજ મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 39 ટકા અને પવનની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.7 એપ્રિલ ને મંગળવારના રોજ લઘુત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 74 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રોહિબિશન ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો:પંચમહાલ પોલીસે રમેશભાઈ સુથારની ધરપકડ કરી
    Next Article
    પાલિકા-પંચાયતની ચૂંટણીમાં એક ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે?:પ્રતિ વ્યકિત ચા-કોફીના રૂ. 10 અને નાસ્તાના રૂ. 63 ગણાશે, ઢોલ-નગારા વગાડશે તો રૂ. 1000

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment