Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં વાતાવરણમાં પલટો:છૂટાછવાયા વરસાદી ઝાપટાથી જનજીવન પ્રભાવિત

    17 hours ago

    આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ આકાશ વાદળછાયું રહ્યા બાદ બપોરના સમયે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. ઉનાળાની ધોમધખતી ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદને કારણે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. જોકે, ગરમીથી પરેશાન નાગરિકોને વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી રાહત મળી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસેલા આ વરસાદને કારણે બજારમાં પણ તેની અસર જોવા મળી હતી. બીજી તરફ, આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોમાં ઉનાળુ પાકને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. હાલમાં પણ આણંદના આકાશમાં કાળા વાદળો છવાયેલા છે અને આગામી કલાકોમાં હજુ પણ હળવા ઝાપટા પડવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું:કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું
    Next Article
    પાકિસ્તાનથી વોટ્સએપથી ચાલતા ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ:ગુજરાત ATSએ 25 કરોડના મેથામ્ફેટામાઈન સાથે બેની રાજસ્થાનથી ધરપકડ કરી, આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે જથ્થો મૂકાવ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment