Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનથી વોટ્સએપથી ચાલતા ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ:ગુજરાત ATSએ 25 કરોડના મેથામ્ફેટામાઈન સાથે બેની રાજસ્થાનથી ધરપકડ કરી, આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે જથ્થો મૂકાવ્યો હતો

    22 hours ago

    ગુજરાત અને રાજસ્થાન ATSએ સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાનથી આવેલા 5 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સની નેશનલ હાઈવે 68 પરથી ગઈકાલે (6 એપ્રિલે) ધરપકડ કરી હતી. આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આ નશીશા પદાર્થનો જથ્થો પાકિસ્તાની સ્મલગર મારફતે મેળવી તેના મળતિયાઓને ડિલીવરી કરે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. PIને બાતમી મળીને NH-68 પર નાકાબંધી કરી ATSના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. પટેલને ખાનગી બાતમી મળી હતી. જેના આધારે બંન્ને રાજ્યની સંયુક્ત ATSની ટીમે રાજસ્થાનના જેસલમેરને ગુજરાતના બનાસકાંઠા સાથે જોડતા નેશનલ હાઈવે 68 પર પેટ્રોલિંગ સાથે નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારે 6 એપ્રિલે સાંજે 6 વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ ઈકોને અટકાવવામાં આવી હતી. જેમાં ચેકિંગ કરતા બે શખસ પાસેથી પીળા રંગની થેલીમાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યા હતા. આરોપીઓ વોટ્સએપથી પાકિસ્તાનીના સંપર્કમાં હતા આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ મેથામ્ફેટામાઈન પાકિસ્તાનના થારપારકર વિસ્તારના મસાત મુબારક નામના એજંટે બારમેર જિલ્લામાં ડ્રોપ કરાવ્યો હતો. જેના સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં આવીને આ ડ્રગ્સનો જથ્થો બંન્ને આરોપીએ મેળવ્યો હતો. એટલું જ નહીં આરોપીના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ અને વીડિયો જેવા પુરાવા પણ મળી આવ્યા છે. જે સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. જપ્ત ડ્રગ્સની કિંમત 25 કરોડ રુપિયા જે પદાર્થોની પ્રાથમિક તપાસ કરતા પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સ હોવાની પુષ્ટી મળી હતી. જેની બજાર કિંમત 25 કરોડ રુપિયાની થઈ રહી છે. આ મુદ્દે ઝપાયેલા શંકરરામ અને સલમાનની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે જ બારમેર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8, 21, 22, 23, 25, 28, 29 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડ્રગ્સને કોને આપવાનું હતું તે મુદ્દે તપાસનો ધમધમાટ ગુજરાત ATSના SP કે.સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, ATSના PI જતીન પટેલને બાતમી મળી હતી. જેના આધારે રાજસ્થાનના ગુજરાતના બનાસકાંઠા સાથે જોડતા નેશનલ હાઇવે 68 પર ઈકો ગાડી રોકવામાં આવી હતી.જેમાંથી મેથામફેટામાઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સનો જથ્થો લઈને ડીલીવરી આપવા જઈ રહ્યા હતા. જોકે ડિલિવરી થાય તે પહેલા જ એટીએસએ બંનેની ધરપકડ કરી છે.આરોપીઓ ડ્રગ્સનો જથ્થો કોને અને ક્યાં આપવાના હતા તેની તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો: ગુજરાત ATS-રાજસ્થાન પોલીસનું ઓપરેશન:ભીવાડીના RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતી ફેક્ટરીમાંથી 22 કિલો સાયકોટ્રોપિક કેમિકલ જપ્ત કર્યું. ગુજરાત ATSએ રાજસ્થાન પોલીસ સાથે મળીને રાજસ્થાનમાં ચાલી રહેલી નશાની ફેક્ટરી ઝડપી પાડી છે. રાજસ્થાનના ભિવંડીમાં ચાલી રહેલી ડ્રગ્સની ફેક્ટરીમાં ગુજરાત ATSએ રાજસ્થાન SOG, જયપુર તથા સ્થાનિક પોલીસ સાથે રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટા પાયે સાયકોટ્રોપિક પદાર્થો અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા હતો.સંપૂર્ણ સમાચાર વાંચો ============= દમણ-વાપીમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરી ઝડપાઈ:ATS ગુજરાતની કાર્યવાહી, 5.9 કિ.ગ્રા. MD સહિત રૂ.30 કરોડનો મુદ્દામાલ જપ્ત ગુજરાત ATSએ દમણ તથા વાપીમાં સંયુક્ત રેડ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવતી ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ATSએ દમણ પોલીસ ક્રાઈમ બ્રાંચ અને વલસાડ SOGની મદદથી હાથ ધરેલા આ ઓપરેશન દરમિયાન 5.9 કિલોગ્રામ મેફેડ્રોન (સોલિડ તથા લિક્વિડ), આશરે 300 કિલો રો-મટીરિયલ તથા પ્રોડક્શન માટે ઉપયોગમાં લેવાતી મશીનરી, ગ્લાસ ફ્લાસ્ક, હીટર સહિતનું એપરેટસ મળ્યાં છે. જપ્ત મુદ્દામાલની કિંમત આશરે રૂ.30 કરોડ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    આણંદમાં વાતાવરણમાં પલટો:છૂટાછવાયા વરસાદી ઝાપટાથી જનજીવન પ્રભાવિત
    Next Article
    ‘No one goes hungry’: Pune gurudwaras become lifeline for students amid LPG crisis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment