Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાના ફોટો એડિટિંગ કરીને બ્લેકમેઇલ કરી:વડોદરામાં પ્રેમીએ પ્રેમિકાના ફોટો બતાવી શારીરિક સંબંધ માટે દબાણ કર્યું, અભયમની મદદ કરીને છુટકારો અપાવ્યો

    8 hours ago

    વડોદરા શહેરમાં પ્રેમીએ પ્રેમિકાના ફોટો બતાવી શારીરિક સંબંધ અને મળવા માટે બ્લેકમેઇલ કરી હતી, જેથી મહિલાએ અભયમની મદદ લીધી હતી અને અભયમે મદદ કરીને મહિલાને બ્લેકમેઇલિંગથી છુટકારો અપાવ્યો હતો. એક મહિલાએ મદદ માટે અભયમનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે, તેઓ પોતાની નોકરી દરમિયાન એક સહકર્મી સાથે આશરે બે વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ છેલ્લા 6 મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન તેઓ વારંવાર મળતા રહ્યા હતા. ત્યારબાદ વ્યક્તિએ નોકરી છોડી દીધી હતી અને મહિલાથી વારંવાર નાણાં માંગતો હતો, જેથી મહિલાએ પૈસા આપ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તે વ્યક્તિ મહિલાને શારીરિક સંબંધ માટે દબાણ કરવા લાગ્યો હતો. મહિલાએ ઇનકાર કરતાં આરોપીએ મહિલાના ફોટાઓમાં એડિટિંગ કરીને સોશિયલ મીડિયા પર મૂકવાની ધમકી આપી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમને ફોટા સ્ટેટસમાં મૂકવાનો શોખ હોવાથી અગાઉ તેમણે પોતાના ફોટા શેર કર્યા હતા, જે આરોપી પાસે હતા. હાલમાં તે ફોટાઓનો દુરુપયોગ કરીને મહિલાને બ્લેકમેલ કરવામાં આવતી હતી. આ દરમિયાન આરોપી મહિલાના કામના સ્થળે આવી પહોંચ્યો હતો અને બહાર મળવા માટે દબાણ કરતો હતો. મહિલાએ જવાની ના પાડી દીધી હતી અને 181 અભયમની મદદ માંગી હતી. ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષને મળીને કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન આરોપીએ સંબંધ હોવાની વાત સ્વીકારી હતી, પરંતુ હવે મહિલા સાથે આગળ સંબંધ રાખવા મહિલાની ના હોવા છતાં દબાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. અભયમ ટીમ દ્વારા આરોપીને સમજાવવામાં આવ્યું હતું કે કોઈને બ્લેકમેલ કરવું કાયદેસર ગુનો છે અને આ પ્રકારનું વર્તન અયોગ્ય છે. બંને પરિણીત છે અને સંતાનો હોવાના કારણે આવી હરકતો યોગ્ય ન હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું. અંતે, આરોપીના મોબાઇલમાંથી મહિલાના ફોટા, વીડિયો અને મેસેજ ડિલીટ કરાવવામાં આવ્યા હતા અને બંને પક્ષોએ પરસ્પર સંબંધ આગળ ન વધારવાનો નિર્ણય કર્યો હતો. બંનેએ એકબીજાના નંબર બ્લોક કર્યા હતા. આ રીતે 181 અભયમની સમયસર કાર્યવાહીથી મહિલાને બ્લેકમેલિંગની સમસ્યામાંથી મુક્તિ મળી છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પ્રચારમાં 10થી વધુ વાહનોના કાફલા પર પ્રતિબંધ:સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું
    Next Article
    "Keep Quiet": Sehwag Cites Amitabh Bachchan, Questions Rahane's Outburst

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment