Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ વર્ષે ચોમાસું નબળું રહેશે:આ વખતે સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા, ચોમાસાને લઈને પહેલી આગાહી જાહેર થઈ

    13 hours ago

    ભારતીય અર્થતંત્ર અને ખેતી જેના પર નિર્ભર છે તેવા ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે વર્ષ 2026 માટે તેનું પ્રથમ સત્તાવાર ચોમાસું અનુમાન જાહેર કર્યું છે. જોકે, આ વર્ષે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાના સમાચાર એ છે કે વરસાદી તસવીર બહુ ઉજળી દેખાઈ રહી નથી. સ્કાયમેટના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કુલ વરસાદ તેના લાંબા ગાળાના સરેરાશ(LPA)ના 94 ટકા જેટલો જ વરસે તેવો અંદાજ છે. એક તરફ જૂનમાં સારી શરૂઆતની અપેક્ષા છે, તો બીજી તરફ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે વરસાદ નબળો પડવાનો અંદાજ છે. સૌથી મોટું કારણ અલ નીનોની સંભવિત વાપસી જણાવવામાં આવી રહ્યું છે. એટલે કે, શરૂઆતની રાહત પછી ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે, જેની સીધી અસર ખેતી, મોંઘવારી અને દેશની અર્થવ્યવસ્થા પર પડશે. વર્ષના અંત સુધીમાં અલ નીનો મજબૂત થવાની શક્યતા સ્કાયમેટ અનુસાર ચોમાસું 90 ટકાથી 95 ટકાના દાયરામાં રહી શકે છે, જે સામાન્ય કરતાં ઓછી શ્રેણીમાં આવે છે. જાન્યુઆરી 2026માં પણ ચોમાસાને નબળું ગણાવવામાં આવ્યું હતું અને હવે પણ આ જ અનુમાન યથાવત રાખવામાં આવ્યું છે. સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંહે જણાવ્યું કે દોઢ વર્ષના લા નીના પછી હવે પ્રશાંત મહાસાગર ENSO-ન્યુટ્રલ સ્થિતિમાં આવી ગયો છે. અલ નીનોના શરૂઆતી ચોમાસાના તબક્કામાં બનવાની અને વર્ષના અંત સુધીમાં મજબૂત થવાની સંભાવના છે, જેનાથી ચોમાસું નબળું પડી શકે છે. તેમણે કહ્યું કે સિઝનનો બીજો ભાગ વધુ અનિયમિત અને અસ્થિર રહી શકે છે. ભારતીય મહાસાગર ડાયપોલ પણ ચોમાસાને અસર કરી શકે છે. તે તટસ્થ અથવા થોડો સકારાત્મક રહેવાની અપેક્ષા છે, જેનાથી ચોમાસાની શરૂઆત વધુ સારી થઈ શકે છે. જોકે, સિઝનના બીજા ભાગમાં ચોમાસાને અસર થવાની સંભાવનાને નકારી શકાય નહીં. કયા રાજ્યમાં કેટલો વરસાદ પડશે ભૌગોલિક રીતે મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઓછો વરસાદ થવાનો અંદાજ છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે, ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સ્થિતિ સારી રહેવાની શક્યતા છે. ક્યારે કેટલા વરસાદનું અનુમાન? જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર (JJAS) સમયગાળા માટે સ્કાયમેટે 0 ટકા વધુ, 10 ટકા સામાન્ય કરતાં વધુ, 20 ટકા સામાન્ય, 40 ટકા સામાન્ય કરતાં ઓછો અને 30 ટકા દુષ્કાળની સંભાવના વ્યક્ત કરી છે. માસિક ધોરણે જૂનમાં 101 ટકા વરસાદનો અંદાજ છે. જુલાઈમાં 95 ટકા, ઓગસ્ટમાં 92 ટકા અને સપ્ટેમ્બરમાં 89 ટકા વરસાદ રહેવાની સંભાવના છે. ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય રીતે આ રીતે થાય છે ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની અસર કેવી રીતે શરૂ થાય છે? 1 જૂને ચોમાસું સૌપ્રથમ કેરળ પહોંચે છે. ધીમે ધીમે એ દક્ષિણ ભારત પછી મધ્ય ભારત, પછી ઉત્તર ભારત અને અંતે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ફેલાય છે. જુલાઈના મધ્ય સુધીમાં ચોમાસું સમગ્ર ભારતમાં ફેલાઈ જાય છે. સપ્ટેમ્બરના અંતથી ચોમાસાની વિદાય શરૂ થાય છે અને ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણપણે વિદાય લે છે. ચોમાસાની શક્યતા કેવી રીતે નક્કી થાય છે? સામાન્ય વરસાદની શક્યતા: 40% સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા: 30% સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા: 15% ભારે વરસાદની શક્યતા: 10% દુષ્કાળની શક્યતા: 5% ખેડૂતો અને સામાન્ય લોકો માટે એનો શું અર્થ થાય છે? સારા વરસાદનો અર્થ એ છે કે ખેતરોમાં પુષ્કળ પાણી હશે. ખરીફ પાક (જેમ કે ડાંગર, સોયાબીન) સારી ઊપજ આપી શકે છે. ભૂગર્ભજળનો સ્તર સુધરશે અને એ વીજળી ઉત્પાદનમાં પણ મદદ કરશે, જોકે કેટલાંક રાજ્યોમાં ઓછો વરસાદ હોવાથી, પાણી વ્યવસ્થાપન પર ધ્યાન આપવું જરૂરી બનશે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઘટાડો:74,000 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી પણ 50 પોઈન્ટ ગગડ્યો; બેન્કિંગ અને ઓટોમાં વધુ વેચવાલી
    Next Article
    નાસિક હાઇવે પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત:એક ટ્રક ચાલકનું મોત; બીજા ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી વલસાડ સિવિલ ખસેડાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment