Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડી હાઇવે પાસે ગટરનું ઢાંકણું તૂટ્યું; વેપારી ડ્રેનેજમાં ખાબક્યા:ફોન પર વાતચીતમાં મગ્ન હતા તે વખતે દુર્ઘટના સર્જાઈ; લોકોએ મહામુસીબતે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા

    10 hours ago

    વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઈવેના કિનારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક સ્થાનિક દુકાનદાર જર્જરિત ગટરના ઢાંકણા પરથી અચાનક ઊંડી ડ્રેનેજમાં ખાબક્યા હતા. આ અકસ્માતમાં દુકાનદારને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા, તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોકોએ દોડી આવી રેસ્ક્યૂ કર્યા પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, દુકાનદાર પોતાની દુકાનની સામે આવેલા ગટરના ઢાંકણા પર ઊભા રહીને ફોન પર વાતચીતમાં મગ્ન હતા. તે દરમિયાન વર્ષો જૂનું અને અત્યંત નબળું પડી ગયેલું ગટરનું ઢાંકણું એકાએક કકડભૂસ થઈને તૂટી પડ્યું હતું, જેના પરિણામે તેઓ પળવારમાં જ ઊંડી ગટરમાં ગરકાવ થઈ ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ ત્વરિત દોડી આવી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી તેમને બહાર કાઢ્યા હતા. રજૂઆત છતાં કાર્યવાહી નહીં સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પારડી હાઈવેના કિનારે આવેલી આ ગટરો લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં હોવાથી સતત અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, સત્તાધીશો દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કે સચોટ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક રહિશો અને વેપારીઓમાં ભારે રોષ આ દુર્ઘટનાએ હાઈવે ઓથોરિટી અને સંબંધિત વિભાગોની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તંત્રની આ ઘોર બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકનો જીવ જોખમમાં મુકાતા સ્થાનિક રહિશો અને વેપારીઓમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. જર્જરિત ગટરના ઢાંકણાંની મરામત કરવા માગ ભવિષ્યમાં આવી કોઈ જીવલેણ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે તમામ જર્જરિત ગટરના ઢાંકણાંની મરામત કરવા અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આક્રમક માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ઢોસાના ખીરાથી થયેલા મોત કેસમાં નવો વળાંક:પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો, લોકોના ટોળા એકઠા થયાં
    Next Article
    બોટાદ માર્કેટમાં ગંદકી, રોગચાળાનો ભય:ભીમ સેના પ્રમુખે નગરપાલિકાને પેવર બ્લોક માટે રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment